________________
२१
ત્યાં પડાવ નાંખી યોગ્ય સમયે રાજસભામાં સેવકો સાથે પ્રણામ કરવા પહોંચ્યો. દરમ્યાન રાજપુત્રી શીલવતી પણ પિતાને પ્રણામ કરવા સખીઓ સાથે રાજસભામાં આવી. છાની રીતે કુમારને જોતી સખીઓ દ્વારા મશ્કરી કરાતી, લજ્જા પામતી પાછી ફરી. આ જોઈ રાજાએ શીલવતીનું વાગ્યાન વિજયકુમારને કર્યું. (૯૧૦-૯૯૪) વિવાહની તૈયારીઓ શરૂ થઈ.
ત્યાં તો ઉઘાનપાલે રાજાને વસંત ઋતુના આગમનનાં વધામણાં આપ્યાં. રાજા પરિજનો સાથે ઉદ્યાનમાં પહોંચ્યો. તે રાજા જ્યારે જલક્રીડામાં પ્રમત્ત હતો ત્યારે વિદ્યાધરે કુમારના રૂપે શીલવતીનું અપહરણ કર્યું. આની જાણ થતાં જ રાજાએ ક્રોધિત બની હથિયાર સજ્જ કર્યાં પણ આકાશમાં જવા અશક્તિમાન તે યોદ્ધાઓ સાથે જમીન પર આયુધોનો પ્રહાર કરવા લાગ્યો. આકાશગમન જેને સાધ્ય છે તેવા વિજયકુમારને વિનંતિપૂર્વક શીલવતીને છોડાવી લાવવા કહ્યું. (૯૧૫-૯૨૬)
વિદ્યાધરની પાછળ ગયેલા કુમારે વિમલશૈલ પર તેની સાથે યુદ્ધ કર્યું. શીલવતીને ત્યાં જ છોડી ભાગી રહેલા વિદ્યાધરની પાછળ જતાં તે સુરમ્યનગરીમાં રાજભવનમાં પહોંચ્યો. વિદ્યાધર પોતાનો પાલક પિતા છે, જાણી પોતે પિતા પર પ્રહાર કર્યો છે, તે વાતથી મહાશોકમાં ગરકાવ થયો. (૯૨૭-૩૬) તેને સમજાવતાં વિદ્યાધરે કહ્યું “સ્વામીના કાર્ય માટે પ્રહાર કરવો તે તો ક્ષત્રિયનો ધર્મ છે. વળી તું ન હતો જાણતો કે હું તારો પિતા છું. માટે શોક ન કરીશ. તું અહીં આવે એ જ કારણે મેં શીલવતીનું અપહરણ કર્યું હતું. તારી માતાનું ચારિત્ર્ય જાણી હું આજથી જ તેનો અને રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરું છું. આ રાજ્ય હવે તને સમર્પિત છે. તું તેનો સ્વીકાર કર.” (૯૩૮-૪૬) કુમારે આ વાતનો વિરોધ કરતાં કહ્યું— ‘‘સ્ત્રીના દુર્ગુણોને જાણીને તેને પોતાનો ભોગ કોણ ધરે ? જયધર્મ રાજાને તેમની પુત્રી પાછી સોંપી હું પણ ચારિત્ર ગ્રહણ કરીશ.” તે વિદ્યાધર રાજાએ ગુરુ પાસે દીક્ષા લીધી અને વિજયકુમાર વિમલશૈલ પર આવ્યો (૯૪૭૯૪૯). વિમલશૈલ પર પાછા આવીને જોયું તો શીલવતી ત્યાં ન હતી. મનમાં વિચારવા લાગ્યો કે મારું જીવન નિરર્થક ગયું. યુદ્ધમાં પિતાની વિડંબના કરી, શીલવતી પણ મળી નહિ. જયધર્મ રાજાને પણ સંતોષ ન આપ્યો. મારું સુભટત્વ નષ્ટ થયું. જિનચરણ આરાધનાથી કીર્તિ મળે છે, તો શાશ્વત સુખની પ્રાપ્તિ માટે તેમ કરવું ઉચિત છે એમ વિચારી ચારિત્ર ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org