________________
પણ આ કાર્યમાં સહાયક બનશે. રાજાએ શીલવતીને પણ વિનંતી કરી કે મારી બાળાના સમીહિત કાર્યમાં તું સહાયક બનજે. શીલવતીએ આ વાત સ્વીકારી. પછી રાજાએ પ્રવહણાધિપને તૈયારી કરવાનો આદેશ આપ્યો. (૭૩૬-૪૫)
મુનિવરે આપેલ ઉપદેશ પ્રમાણે વિધિપૂર્વક દેવાર્ચન કરી, દાન આપી, રાજા બેઠો ત્યાં તો રાત્રિ થઈ. મોહિત થયેલી માતા સુદર્શનાને વૈરાગ્ય માર્ગે ન જવા સમજાવવા લાગી. સુદર્શનાએ ચંચળ જીવન તેમજ બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં ધર્મ કરવામાં આવતા અવરોધો વિશે જણાવ્યું. વળી કર્મદોષથી જકડાયેલા જીવો ફરી ફરી જન્મે છે. પરંતુ વૈરાગ્ય સ્વીકારી, અનંત શાશ્વત-સુખ પામે છે તે વિરલ હોય છે. વળી કહ્યું-“જો મારા પર સ્નેહ હોય તો જિનેન્દ્ર-ભવન કરાવજો, દાન આપજો, દયા કરજો.” (૭૪૬-૭૯૦)
પ્રભાત થતાં કટકપાલના આદેશથી દરિયાકિનારા તરફ પ્રયાણનું ઢક્ક વગાડવામાં આવ્યું. તેને આનુષંગિક તૈયારીઓ થવા લાગી. પરિવારજનો સાથે રાજા સમુદ્રકિનારે જવા નીકળ્યા. (૭૯૧-૮૧૦) પુત્રી માટે રાજાએ વસ્ત્રાદિ, સુગંધી દ્રવ્યો, રત્ન, સુવર્ણ સુકામેવા, દાસ-દાસીઓ, પ્રચુર અન્નસામગ્રી, યોદ્ધાઓ આદિથી સજજ ૭૦૦ વહાણ તૈયાર કરાવ્યાં. (૮૧૧-૮૨૪)
બધી તૈયારી પૂરી થયેલી જોઈ સુદર્શનાએ માતા-પિતાની ક્ષમા યાચી વિદાય માંગી. પુત્રીવિરહના દુઃખથી બેભાન થયેલી માતાને સાત્ત્વન આપી શીલવતીએ કહ્યું કે તારી આ પુત્રી મારી પાસે થાપણરૂપે છે. શીલવતી સાથે સુદર્શના પણ માતા-પિતાને અને નગરજનોને ખમાવીને વહાણમાં ચડી અને સૌએ ભરૂચ તરફ જવા પ્રયાણ કર્યું. (૮૨૫-૮૪૪) વિજયકુમાર સાધુ સંવિધાન નામક આઠમો ઉદ્દેશકઃ
પ્રયાણ સમયે વિવિધ વાજિંત્રોના નાદથી જયતૂરઘોષ ગાજી ઊઠ્યો. સમુદ્ર જેવા દુસ્તીર્ણ, દુસહ્ય, દુઃખનિધિ સમા સંસાર વિશે સુદર્શના શીલવતી સાથે વાત કરી રહી હતી ત્યાં તો વહાણોનો સમૂહ વિમલશૈલ પાસે આવી પહોંચ્યો. અહીં રોકાઈને નિર્ધામકો બળતણ અને પાણી માટે કર્મચારીઓને આદેશ આપવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org