________________
१८
હતો. જે ભરૂચમાં તેના પ્રતિવેધક પ્લેચ્છ તરીકે ઉત્પન્ન થયો હતો. ત્યારે તેણે જિનેશ્વર મંદિરમાં સ્વયં ઈન્દ્રને અપ્સરા સાથે પ્રેક્ષણક કરતાં જોયો. નૃત્ય કરતી અપ્સરાનું ઝાંઝર તૂટીને એના ખોળામાં પડ્યું જે એણે ચોરી લીધું. તેથી સમળીના જન્મમાં બચ્ચાથી એનો વિયોગ થયો. ત્યારે સુવેગ વિદ્યાધર દ્વારા કરાયેલ શાંતિ જિનેન્દ્રની પૂજા જોતાં તે ભાવથી પુલકિત બની તેથી સમળીના જન્મમાં જિનધર્મ-બોધિ સુખ પ્રાપ્ત કર્યું. ત્યાં જિનાયતનમાં પથખિન્ન સુસાધ્વીની ભાવ-વિનયપૂર્વક વૈયાવચ્ચ કરી હતી જેથી આ સર્વગુણયુક્ત મનુષ્યત્વ પામી. મુનિની ભાવપૂર્વક વૈયાવચ્ચથી પુણ્ય અને શાશ્વત સુખ મળે છે. (૬૫૧-૬૬૮)
પુત્રીનો ત્રીજો પૂર્વ ભવ સાંભળી રાજાએ વિનંતી કરતાં કહ્યું કે મને જિન ધર્મ જ્ઞાન આપી મારો ઉદ્ધાર કરો. (૬૬૯-૭૧) મુનિએ જણાવ્યું કે જિનધર્મપરક માણસ વિવેકયુક્ત, જીવદયા વાળો, ગુરુવચનમાં શ્રદ્ધા રાખનાર હોય છે. પછી વિસ્તૃત રીતે પાંચ અણુ વ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો વિશે જણાવ્યું. મધ, માંસ, મદિરા અને પંચુબરી તેમ જ રાત્રિભોજન ત્યાગ વિશે ઉપદેશ આપ્યો. (૬૭૨-૮૨)
ચારણ શ્રમણે જીવના વિવિધ પ્રકારો જણાવતાં ત્રસ, સ્થાવર, મુક્ત જીવ, અજીવ, નવતત્ત્વ આદિનો બોધ આપ્યો. (૬૮૩-૬૯૪) લોકાચારનું પાલન કરી, શ્રાવકે કરવા યોગ્ય નિત્યકાર્ય ભક્તિપૂર્વક કરવા વિશે ઉપદેશ આપ્યો. શ્રાવકનાં નિત્ય કર્મો અને રોજબરોજનાં કાર્યો વિશે વિસ્તૃત રીતે જણાવ્યું. (૬૯૫-૭૨૩)
આમ રાજાને ધર્મ જ્ઞાન આપી ચારણ શ્રમણ નંદીશ્વર તીર્થ પ્રતિ જવા નીકળ્યા. સિંહલ દ્વીપથી સુદર્શનાનું પ્રવહેણારોહણ વર્ણન નામક સાતમો ઉદ્દેશક
ચારણ મુનિએ આપેલ જ્ઞાનગ્રહણ કરીને રાજાએ સભાનું વિસર્જન કર્યું. પછી પુત્રીની ચિંતા કરતાં રાજાએ ઋષભદત્તને પૂછવું – ““સ્વજન વિયોગી, પર મંડલના આચારને નહિ જાણતી એકાકી, અસહાય મારી પુત્રી કેવી રીતે ભરૂચ જશે ?” ઋષભદત્તનો અનુકૂળ પ્રત્યુત્તર સાંભળી રાજાએ સુદર્શનાની જવાબદારી ઋષભદત્તને સોંપી. (૭૨૪-૭૩૫). ઋષભદત્તે હર્ષપૂર્વક આ વાત સ્વીકારી અને કહ્યું કે જિતશત્રુ રાજાની ભાણી શીલવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org