________________
સુદર્શના વૈરાગ્ય માર્ગે જવા તૈયાર થઈ છે, તો તેને રોકવી નિરર્થક છે.
વળી મારી વાત જો તે નહિ માને તો આ કૃત પુણ્યોની સામે હું તૃણ સમાન બનીશ. તો હે રાજા ! આપ મને આ કાર્ય ન સોંપો. આમ કહેતાં સુંદરીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. (૫૭૯-૬૦૩). નૃપતિ શિલામેઘને જિનધર્મ-બોધિ લાભ નામક છઠ્ઠો ઉદ્દેશક :
શીલવતીનું કથાનક સાંભળીને રાજાએ કહ્યું – “મારા મિત્ર સમાન નરેન્દ્રની તું પુત્રી છે. મારી આ રાજયશ્રી તને સ્વાધીન છે. વિષાદ ન કર. આપત્તિમાં આવ્યા હોવા છતાં મહાન લોકો ગુરુતર સ્થાન પામે છે.”
ઋષભદત્ત પણ કહ્યું કે, જયધર્મ રાજાની પુત્રી એટલે જીતશત્રુ રાજાની ભાણેજ. વિદ્યાધર દ્વારા અપહૃત તેની વહારે ગયેલા કુમારે તેને બધે જ શોધી હતી.
રાજાએ ઋષભદત્તને જિનધર્મ વિશે પૃચ્છા કરી (૬૦૪-૧૩) ત્યાં તો નંદીશ્વર તીર્થમાં જતાં ચારણ શ્રમણ ભવ્ય જીવોને પ્રતિબોધ આપવા રાજ-પરિષદમાં ઊતર્યા. બધા જીવોના ભાવને અવધિપૂર્વક જાણીને શુદ્ધ પ્રદેશમાં સુખપૂર્વક બેઠા. (૬૧૪-૨૩) રાજપુત્રીએ નમન કરી તેમને પૂછ્યું– ““હે મુનિવર ! મેં પહેલાંના સમળીના જન્મમાં અતિદારુણ દુઃખ કયા કર્મના કારણે ભોગવ્યું ? કયા કારણે બચ્ચાથી મારો વિયોગ થયો ? નિરપરાધ હોવા છતાં શા માટે હું હણાઈ ! કયાં કર્મથી મને તે સાધુ યુગલ મળ્યું ? નવકાર મંત્ર મળ્યો ? કયા કર્મના કારણે અહીં ઉત્પન્ન થઈ ? ગુણ સહિતનું મનુષ્યત્વ, દુર્લભ જિન-ધર્મ આ બધું કયા કર્મના પ્રભાવે મેં પ્રાપ્ત કર્યું? (૬૨૪-૬૩૨).
આ પ્રશ્નાવલિ સાંભળી પ્રત્યુત્તર આપતાં મુનિએ કહ્યું કે કર્મથી બંધાયેલા જીવો ભવમાં ભ્રમણ કરે છે. પછી તેમણે દુસહ્ય ૮૪ લાખ યોનિઓ દર્શાવી. કર્મ રજુથી બંધાયેલા મનુષ્યો કયાં કારણોસર નરક, તીર્થંચ, સ્ત્રી, પુરુષ, દેવ યોનિ અને સિદ્ધિ સુખ પામે છે, તે વિસ્તૃત રીતે જણાવ્યું. (૬૩૩૫૦)
સુદર્શનાનો તૃતીય પૂર્વ ભવ જણાવતાં તેમણે કહ્યું કે તે પૂર્વભવમાં વૈતાદ્યમાં વિદ્યાધરની વિજયા નામની પુત્રી હતી. એક વાર સખીઓ સાથે જતાં રસ્તામાં તેણે નિરપરાધ-રાંક કુફ્ફટ સર્પને અપશુકનના ડરથી માર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org