________________
લીલવા લાગ્યો. રી વિધાધરે શીલા ને જળક્રીડામાં આરિવાર વસંતને
આવાસે ગઈ. (૪૭૫-૪૯૦).
કુલદેવતાનું વચન અને પુત્રીના ભાવને નહિ જાણતાં રાજાએ તેનું વાગ્દાન વિજયકુમાર સાથે કર્યું, શુભ મુહૂર્ત જોવડાવી વિવાહોત્સવની તૈયારીઓ કરાવવા માંડી (૪૯૩-૯૪). દરમ્યાન ઉદ્યાનપાલે ઋતુરાજ વસંતના આગમનની વધામણી આપી. રાજા પણ સપરિવાર વસંતને વધાવવા ઉદ્યાનમાં પહોંચ્યો. જ્યારે તે જળક્રીડામાં મગ્ન હતો ત્યારે વિજયકુમારના રૂપધારી વિદ્યાધરે શીલવતીનું અપહરણ કર્યું અને સમુદ્ર તરફ ઊડવા લાગ્યો. ત્યાં મધ્યમાં રહેલ વિમલશૈલ પર પહોંચ્યો. ત્યાં તો તરત જ ક્રોધિત વિજયકુમાર તેની પાછળ હાથમાં ખડ્ઝ લઈને વિમલશૈલ પર પહોંચ્યો. બંનેનું સમાન રૂપ જોઈને શીલવતી અવઢવમાં પડી ગઈ કે સાચો વિજયકુમાર કોણ ? પણ પાછળ જે આવ્યો તે જ સાચો એમ માની તેના વિજય માટે તે પ્રાર્થના કરવા લાગી. યુદ્ધ કરતાં કરતાં વિદ્યાધર તે સ્થળ છોડીને ભાગ્યો. કુમાર પણ તેની પાછળ ગયો”(૪૯૫-૫૧૮). એકલી પડેલી શીલવતીએ ચારે તરફ જોયું. ગભરાતી તે ધ્રૂજવા લાગી. ક્ષણમાત્રમાં જ તે સ્વજનોથી વિખૂટી પડી ગઈ. ચારે બાજુ જોતાં તેને ગાઢ જંગલમાં વસતાં વિકરાળ પશુઓ દેખાવા લાગ્યાં (૫૧૯-૫૨૮), ખિન્ન મને તે વિલાપ કરવા લાગી. થોડી ક્ષણો પછી પોતે જ પોતાની જાતને આશ્વસ્ત કરવા લાગી. પછી આશાચિહ્ન જેવા વસ્ત્રસંકેતને ઊંચા ઝાડ ઉપર સંજ્ઞાપૂર્વક બાંધ્યું. જેથી કોઈક વહાણનો અધિપતિ આ જોઈને તેને મદદ કરે (પર૯૩૮). પછી જિનેન્દ્ર મુનિસુવ્રતનું સ્મરણ કરવા લાગી. ચંદનથી શીલા પર તેમની પ્રતિમા આલેખી પુષ્પોથી પૂજા કરી સ્તુતિ કરવા લાગી (પ૩૯-૪૭).
ત્યાં તો તેણે શુષ્ક પાંદડાનો મર્મર ધ્વનિ સાંભળયો. તે તરફ જોયું તો એક શ્રેષ્ઠ પુરૂષ પરિજનો સાથે ત્યાં આવી રહ્યો હતો. જિનેન્દ્રને પ્રણામ કરી ત્યાં બેઠો. વિનયપૂર્વક તેના વિશે પૂછવા લાગ્યો. તેની પ્રશ્નાવલિ સાંભળી શીલવતીએ લજ્જાપૂર્વક, આંસુભરી આંખે કશું જ ન પૂછવા વિનંતિ કરી. વણિકકુમાર વિધિની વક્રતાને ઉપલંભ આપી, શીલવતીને બહેન બનાવી પોતાની સાથે લઈ ગયો. (૫૪૮-૭૭)
આમ કથાનક પૂરું કરતાં સુંદરીએ પોતાની ઓળખ શીલવતી તરીકે આપી. પોતાને જે આ દુઃખ પડ્યું તેના કારણરૂપે વિષય-સુખને માનતી તે કેવી રીતે અન્યને વિષય-સુખ માણવા પ્રેરી શકે ? અને વળી જયારે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org