________________
વફા જમા, કષાયનઈએ. (૪૨૪૪ સાચા ગુરુ છે.
રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ, મદ, રતિ, વંચના, જન્મ, નિદ્રા, ક્રોધ. એમ અઢાર દોષ નથી તે પરમાત્મા દેવાધિદેવ છે. તે જ જ્ઞાન-દર્શન-ચારિત્રથી પરિપૂર્ણ અરિહંત છે. (૪૧૦-૪૨૫) જે ત્યાગી છે, જીવાદિ પદાર્થોને જાણે છે, જેણે પંચ મહાવ્રત ધારણ કર્યા છે, ૧૭ પ્રકારના સંયમ ૨૨ પ્રકારના પરિષહ સ્વીકાર્યા છે, જે અપરિગ્રહી છે, તે જ સાચા ગુરુ છે અને તેમની પાસેથી ધર્મ સ્વીકારવો જોઈએ. (૪ર૬-૪૩૧). અહિંસા, બ્રહ્મચર્ય, જ્ઞાન, ધ્યાન, ક્ષમા, કષાયનાશ, અભયદાન વગેરે ગુણો ગ્રહણ કરવા તે જ સાચો યજ્ઞ છે. (૪૩૩-૪૪૦) આમ પ્રતિપાદિત કરીને સુદર્શના અંતે પોતાનો દઢ નિશ્ચય કહે છે કે મારે તો હવે ભૂગુકચ્છ જવું જ છે, તે મુનિઓનાં દર્શન કરવા છે, જિન ભવન કરાવવું છે, વિષયસુખથી હવે મારે નિવૃત્તિ છે. (૪૪૧-૪૪૪). જયધર્મ રાજપુત્રી શીલવતી સંવિધાન નામક પંચમ ઉદ્દેશક :
પુત્રીનો આવો નિશ્ચય જાણી રાજાએ સુંદરીને વિનંતિ કરી કે તું એવું કંઈક કહે કે જેથી મારી આ પુત્રી વૈરાગ્ય માર્ગે ન જાય. પ્રત્યુત્તર રૂપે સુંદરી એક કથાનક કહે છે. (૪૪૫-૪૫૧).
ભારત વર્ષમાં અયોધ્યા નામની નગરી હતી. ત્યાં જયધર્મ નામે રાજા હતો. તેને પદ્માવતી નામની પટ્ટરાણી હતી. એક વાર પુત્રાર્થે તે ચિંતામગ્ન હતી, ત્યારે પ્રવૃજિકાએ તેને સ્નાન માટે ઔષધ આપી પુત્રજન્મની આશા આપી હતી, જે વિફળ નીવડી હતી. (૪૫ર-૬૩) સમય જતાં તેને એક પુત્રી જન્મી. તે રાત્રે કુળદેવતાએ પદ્માવતી રાણીને કહ્યું કે તારી આ પુત્રી સર્વને માટે વંદનીય સાધ્વી બનશે. બાળપણથી જ તે લાવણ્યયુક્ત હતી. સમય જતાં તેણે નવયૌવન પ્રાપ્ત કર્યું. યુવાન પુત્રીને જોઈ રાજા તેને અનુરૂપ વર મેળવવાની ચિંતામાં પડ્યો. (૪૬૪-૭૪)
આમ રાજા જયારે ચિંતાગ્રસ્ત હતો ત્યારે કુણાલનગરીથી આહવમલ્લ રાજાનો આકાશગામી પુત્ર વિજયકુમાર રાજસભામાં આવ્યો. દરમ્યાન શીલવતી પણ પિતાને પ્રણામ કરવા રાજસભામાં આવી. કુમારને જોતાં જ વિચારવા લાગી કે પુણ્યશાળી સ્ત્રી જ આને પતિ તરીકે પામી શકે. ભાવરહિત દૃષ્ટિથી તેણે કુમારને જોયો. પાસે રહેલી સખીઓને તેના વિશે ધીમે ધીમે વાતો કરતી જોઈને પિતાથી લજજા પામતી શીલવતી પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org