________________
કરી અભય આપી કહ્યું – “મોહજાળને હણી નાંખ, પરમ હિતકારી અમારાં વચન સાંભળ.” પછી કાનમાં પરમેષ્ઠિ મંગળ મંત્ર કહ્યો. અરિહંત સર્વજ્ઞનું તમે શરણ છે. આજથી તારે આરંભ, પતિ, પુત્ર સર્વથી અને ચાર પ્રકારના આહારથી જીવનના અંત સુધી નિવૃત્તિ છે. મુનિઓના ઉપદેશ અનુસાર તેણે શિવ-સુખ-જનક અરિહંતનું સ્મરણ કરતાં પ્રાણ ત્યાગ્યો. તે જ સમળી હું આપની પુત્રીરૂપે ઉત્પન્ન થઈ છું. (૩૦૮-૪૦) ધર્માધર્મ વિચાર નામક ચતુર્થ ઉદ્દેશકઃ
પુત્રીની પૂર્વજન્મની સ્મૃતિથી પ્રભાવિત થયેલો રાજા ચંદ્રગુપ્ત વિચારવા લાગ્યો. ક્યાં તે નગરી? ક્યાં તે મુનિ? તે વન ક્યાં? વડ ક્યાં ? બાણથી વીંધાયેલ સમળી, તે વળી અહીં કેવી રીતે ઉત્પન્ન થઈ? વળી તેને આ જ્ઞાન કેવી રીતે થયું ? આમ વિચારી પુત્રીને સાન્તવન આપતો કહેવા લાગ્યો– “હે પુત્રી ! ખોટો વૈરાગ્ય કરી માતાને દુઃખી ન કરીશ. આ રાજયશ્રી અને સમૃદ્ધિનો ઉપભોગ કર.” (૩૪૧-૪૮).
આ સાંભળીને સુદર્શનાએ સંસારની અસારતા વિશે જણાવ્યું. (૩૪૯-૫૬) ત્યાં તો વિદ્વાન પુરોહિત સભામંડપમાં આવી પહોંચ્યા. રાજાને આશીર્વાદ આપી આસનસ્થ થયા. રાજાએ કહ્યું- “હે દ્વિજવર ! મારી આ પુત્રી ધર્માર્થે અરિહંતનું સ્મરણ કરે છે, તો ધર્માર્થી માટે કયો ધર્મ શુભ, કલ્યાણકારી છે તે કહો.” (૩૫૭-૫૮)
પુરોહિતે જણાવ્યું “દયા, ત્યાગ અને સંતોષ ધર્મનું મૂળ છે. પંચ વ્રતનું પાલન કરવું, સદાય દાન આપવું.” પછી તેમણે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર અને સ્ત્રીઓના ધર્મ વિશે જણાવ્યું, આજીવિકા માટે કયાં કાર્યો કરવાં જોઈએ અને કયાં નહિ તે પણ જણાવ્યું. (૩૫૯-૩૮૯) - આ સાંભળી રાજાએ પુત્રીને વિનંતી કરતાં કહ્યું કે આ જ ધર્મ છે. ઘરમાં રહીને તેનું આચરણ કર. વૈરાગ્ય માર્ગે ન જઈશ. હું તારા ધર્મકાર્ય માટે યજ્ઞો કરાવીશ, દાનસત્ર કરાવીશ. (૩૯૦-૩૯૩). પ્રત્યુત્તર આપતા સુદર્શનાએ કહ્યું કે ગુરુ ઉપદેશથી રહિત ધર્મ પરલોક માટે ઉપકારી નથી. તમે જે દાન આપશો તેનું ફળ તમને જ મળશે, મને નહિ. વળી યજ્ઞમાં પંચેન્દ્રિય જીવને હણીને ધર્મ કેવી રીતે થાય ? કદાપિ જીવહિંસાથી ધર્મ થતો નથી. (૩૯૪-૪૦૯). જેને સુધા, તૃષ્ણા, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, વાર્ધક્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org