________________
કોલાહલ મચી ગયો. ભયભીત બનેલા લોકો વિકલ્પો વિચારવા લાગ્યા. (૨૮૮, ગદ્યખંડ, ૧, ૨૮૯)
' આ જોઈને સુભટો પણ કાર્યકાર્યનો વિચાર કર્યા વગર શસ્ત્રો સંભાળવા લાગ્યા. હાથી-ઘોડા રથ સજાવવા લાગ્યા. નગરને હુલ્લડગ્રસ્ત જાણીને વિજયા પ્રતિહારીએ તરત જ રાજાના વચનથી કોટવાળને બોલાવી શાંતિ સ્થાપવાનો આદેશ આપ્યો. પોતાનું કાર્ય સમજીને કોટવાળે સ્થિર, પ્રચંડ બહુ ઊંચા કરી નગરના લોકોને ધીરજ બંધાવી. ઠગો, ધૂર્તો નાસવા લાગ્યા, ભયભીત ચોરો પલાયન કરી ગયા. નગરમાં પુનઃ શાંતિ સ્થપાઈ. (૨૯૦-૯૫)
ઉપચાર કર્યા પછી રાજપુત્રી ભાનમાં આવી. ચેતના પ્રાપ્ત થતાં જ ઊઠીને ભયવિહ્વળ નજરે ચારે બાજુ જોતી રાજાના ખોળામાં બેઠી. એકમાત્ર ઋષભદત્તને જોતી પૂછવા લાગી. ““હે સુધર્મબંધુ! જિનેન્દ્ર મત કુશળ ! ત્યાં ભરૂચમાં સાધુજનો કુશળ છે ને?” આ સાંભળી ઋષભદત્ત વિચારવા લાગ્યો કે આણે ક્યારેક ભરૂચમાં મુનિઓને વંદન કર્યા હશે અને જાતિસ્મરણજ્ઞાન થવાથી તેને તે યાદ આવ્યું હશે. જવાબ આપતાં તેણે કહ્યું- ““હે કમલાક્ષી ! ત્યાં મુનિજનો કુશળ છે. તું ધન્ય છે કે વચન માત્રથી પ્રતિબોધિત થઈ.” આ સાંભળી રાજાને ઘણું કુતૂહલ ઉત્પન્ન (૨૯૬-૩૦૭) થયું. તેમણે આ અંગે સુદર્શનાને પૂછતાં તેણે પોતાનો પૂર્વભવ કહ્યો.
ભરૂચમાં નર્મદા નદી પાસે કોરિંટ નામનું ઉદ્યાન હતું. તેની મધ્યમાં ઘણાં પંખીઓના આશ્રયસ્થાન રૂપ ઘેઘૂર વટવૃક્ષ હતું, ત્યાં એક સમળી પણ રહેતી હતી. એક વાર ગર્ભવેદનાથી આક્રાંત, અતિ દુસહ્ય શૂળથી ઉત્પન્ન વેદનાથી પીડાતી તેણે બચ્ચાને જન્મ આપ્યો. ત્યાં તો પ્રચંડ પવન વહેવા લાગ્યો. આકાશમાં ઘનઘોર વાદળો છવાયાં. વીજળીના ચમકારા સાથે મુશળધાર મેઘ વરસવા લાગ્યો જે માંડ માંડ સાત દિવસે શમ્યો. પછી ભૂખથી સુકાયેલા શરીરવાળી સમળી ભોજન માટે પ્લેચ્છ વાસ તરફ ગઈ. ત્યાં પહોંચી માંસનો ટુકડો લઈ જેવી તે ઝડપથી ઊડવા ગઈ ત્યાં પ્લેચ્છ દ્વારા બાણથી હણાઈ. વિધાયેલી હોવા છતાં માંડ માંડ ઊડતી-પડતી જંગલમાં સમવસરણ ભૂમિ પર પહોંચી. મૃત્યુને નજર સમક્ષ જોતી બચ્ચાંના વિયોગથી પીડાતી કરુણ કંદન કરતી તે સમળી ક્રૂર વિધિને નિંદવા લાગી. (૩૨૩૩૩૧). ત્યાં તો સુખ-શાંતિના સંગમરૂપ સાધુ યુગલ ત્યાં આવ્યું. હાથ ઊંચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org