________________
१२
ચરનાં વચન સાંભળીને રાજા કંઈ પણ જણાવે ત્યાં તો પ્રતિહારીએ નિવેદન કર્યું— ‘‘દ્વારે કોઈ ધનેશ્વર આપના દર્શન માટે ઉત્સુક ઊભો છું.” રાજાએ અનુજ્ઞા આપતાં હાથમાં ભેટ લઈ પરિજનો સાથે તે પ્રવેશ્યો. ઉત્તમ અશ્વો અને વિવિધ ભેટો આપી પ્રણામ કરીને બેઠો. રાજાએ પણ તંબોળ આપી તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું— “આપ ક્યાંથી આવો છો ? આપનો નિવાસ ક્યાં છે ?'' પ્રત્યુત્તર આપતાં શ્રેષ્ઠિએ જણાવ્યું કે ઉત્તર દિશામાં લાડ (લાટ) નામનો અતિરમ્ય પ્રદેશ છે. ત્યાં ભરૂચ નામના મહાનગરમાંથી હું આવું છું. (૨૩૩-૨૪૪) કનક કચોળામાં ફરી તાંબૂલ આપતાં રાજાએ કુતૂહલથી ઘોડા વિશે પૂછતાં સોદાગરે અશ્વોનાં શુભ-અશુભ લક્ષણો વિસ્તૃત રૂપે વર્ણવ્યાં. (૨૪૫-૨૫૩)
આમ રાજા શ્રેષ્ઠિ પાસેથી ઘોડાનાં લક્ષણો સાંભળતો હતો ત્યાં જ સકળ કલા પ્રાપ્ત કરીને સુદર્શના આવી પહોંચી. રાજાએ દૂરથી જ આનંદ પૂર્ણ નયનોથી તેને જોઈ. બહુમાનપૂર્વક ખોળામાં બેસાડી. તે પછી જ્ઞાનગોષ્ઠિ સમાન પ્રશ્નોત્તરી ચાલી. (૨૫૪-૨૬૬)
પુત્રીને બુદ્ધિવતી જોઈને રાજા મનમાં વિચારવા લાગ્યા કે કોણ પુણ્યશાળી બુદ્ધિમાન વર આને પામશે ? તે ધનપતિ પણ બાળાને નીરખવા લાગ્યો. તેણે જે લક્ષણો જોયાં તે તેને સુભગ અને સંપૂર્ણ લાગ્યાં. દરમ્યાન ત્રિકટુક, ત્રિફળા મેળવેલ ઔષધ લઈને વૈઘરાજ સભામંડપમાં આવી પહોંચ્યા. વૈદ્ય નજીક આવતાં ઔષધોની તીવ્ર ગંધથી ઘણું ખાળવા છતાં ધનપતિને દારુણ છીંક આવી. હાક...છી કહેતાં જ તે અરિહંત દેવનું શરણ એમ બોલ્યો. (૨૬૭-૨૮૪)
આ વચન સાંભળતાં જ સુદર્શના સંભ્રાંત બની વિચારવા લાગી. આ અરિહંત દેવવિશેષનું નામ મેં ક્યારેક કોઈની પાસે સાંભળ્યું છે. આમ વિચારતાં મન-વચન-કાયાની ક્રિયા અવરોધી એકાગ્ર બની ત્યાં તેને પૂર્વ ભવ યાદ આવ્યો. તિર્યંચ્ ભવમાં પ્રાપ્ત દારુણ દુઃસહ દુ:ખને યાદ કરતાં તેનાં સર્વ અંગો કાંપવા લાગ્યાં અને તે તરત જ જમીન પર પડી. (૨૮૫-૮૭)
પુત્રીને જમીન ૫૨ પડેલી જોઈને રાજા પણ મૂર્છિત થયો. સ્વજન, પરિજન કરુણ આક્રંદ કરવા લાગ્યાં. રાજસભામાં હલચલ મચી ગઈ, હાહાકારયુક્ત ખળભળાટ, પ્રલાપ શરૂ થયો. આક્રંદ વધ્યું, નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org