________________
११
આવ્યા, સાધુઓને ભક્તિપૂર્વક અનવરત પ્રાંશુક દાન આપવામાં આવ્યા. આમ સુખપૂર્વક નવ માસ કરતાં કંઈક વધુ સમય પસાર થતાં દેવીએ શુભ સુસિદ્ધિયોગમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં ઉત્તમ દિવસે સુવર્ણ કાંતિયુક્ત નિર્મળ પુત્રીને જન્મ આપ્યો. રાજાએ શ્રીપુર નગરમાં આનંદપૂર્વક ઉત્સવનો આદેશ આપ્યો. લોકો વિવિધ ભેટ લઈને રાજાને ત્યાં જવા લાગ્યા. બંદીજનોને છોડાવવામાં આવ્યાં. સર્વનાં ઋણ માફ કરવામાં આવ્યાં. અમારી ઘોષણા કરાવી, દાન આપ્યાં, આમ ૧૦ દિવસ સુધી રાજાએ વધામણું કર્યું. (૧૮૮૨૦૨)
પછી રાજાએ પદ્મા ધાઈને દાન આપીને કહ્યું— ‘‘આ બાળા તારી સારી સંભાળથી શીઘ્ર વધો.' એક માસ પૂરો થતાં શુભ દિવસે સુંદરીએ પુત્રીનું નામ સુદર્શના પાડ્યું. સુખપૂર્વક સમય પસાર કરતાં તેને પાંચથી વધુ વર્ષો પૂરાં થતાં નરેન્દ્રએ શુભ દિવસે વિદ્વાનોને કહ્યું— ‘‘આ મારી પ્રાણપ્રિયા પુત્રીને લક્ષણ છંદ-કલા થોડા દિવસમાં શીખવાડો.” વિલાસિનીઓનાં નૃત્ય સાથે, મંગળ વાજિંત્રોના નાદ સાથે તે બાળાએ પાઠશાળામાં પ્રવેશ કર્યો. (૨૦૩-૨૧૦)
પૂર્વ-જન્મ-સ્મરણ-નામક તૃતીય ઉદ્દેશક :
એક દિવસ રાજા જ્યારે દરબારમાં બેઠો હતો ત્યારે વિજયા પ્રતિહારીએ વિનંતી કરી હે દેવ ! રત્નશૈલના શિખર બંદર પરથી આવેલો એક ચર પુરુષ આપના દર્શન માટે ઉત્સુક છે અને દ્વારે ઊભો છે. આપની અનુજ્ઞા હોય તો તેને પ્રવેશ આપું.” પ્રત્યુત્તર આપતાં રાજાએ જણાવ્યું—— “તેને રોકશો નહિ તે મને વહાણના આવાગમનની વાત કરશે.” આદેશ મળતાં જ વિજયા પ્રતિહારીએ તેને પ્રવેશ કરાવ્યો. (૨૧૧-૨૧૪)
રાજાને પ્રણામ કરીને તેણે જણાવ્યું— ‘હે રાજન્ ! આપના આદેશ અનુસાર હું આપને દેશ-વિદેશથી આવતાં વહાણોની માહિતી આપતો રહ્યો છું. વિવિધ વસ્તુઓ ભરાઈને આવતાં મોટાં મોટાં વહાણોને જોઈને પણ મને આશ્ચર્ય થતું નથી. પરંતુ આજે ઉત્તર તરફથી આવતું એક વિશાળ વહાણ મેં જોયું. (વર્ણન ૨૨૨-૩૦) જ્યારે તે કિનારે લાંગર્યું ત્યારે તેનો ધનેશ સુકાનીને સંતોષીને મંગળિવવિધ કરીને ઊતર્યો. હાથમાં ભેટ લઈને તે આપના દર્શનાર્થે આવી રહ્યો છે તે પહેલાં મેં આપને આ વધામણી આપી.” (૨૧૫-૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org