________________
હતું તેમ જાણીને તેને બહેનરૂપે સ્વીકારીને મારો પુત્ર તેને અહીં લઈ આવ્યો છે. મારા માટે પણ તે પુત્રીવત્ છે.” આ સાંભળી ચંદ્રલેખા દેવીએ કહ્યું
હે શેઠ ! ભય ન પામશો. હું પણ તમારી પુત્રી છું.” શેઠને પ્રચુર ભેટ આપી, તંબોળ આપ્યું. પછી શેઠ ઘેર ગયા. ચંદ્રલેખા દેવી અને સુંદરી એકબીજા સાથે સુખપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. (૧૪૯-૧૫૫)
એક દિવસ ચંદ્રલેખાદેવી શૂન્યમનસ્ક બેઠી હતી ત્યારે સુંદરીએ તેનું કારણ પૂછતાં દેવીએ પોતાની મહેચ્છા દર્શાવતાં કહ્યું- “મારા પુત્રને એક પણ બહેન નથી. જો પૂર્વ પુણ્યયોગથી મારે એક પુત્રી હોય તો મારે વિષયસંગસુખ પર્યાપ્ત છે. તો તું એવું ઔષધ કર કે જેથી મને પુત્રી પ્રાપ્ત થાય.” આ સાંભળી સુંદરીએ કહ્યું- “ઔષધિથી નહિ પણ સુપાત્ર દાનથી વિપુલ રિદ્ધિ અને પુત્રો પ્રાપ્ત થાય છે. તો આજે રાત્રે તું ભક્તિપૂર્વક કુલદેવતાની આરાધના કર અથવા તેના નિર્દન માટે કહે.” આ સાંભળી ચંદ્રલેખા દેવીએ કહ્યું – આ તારું જ કાર્ય છે. તારા કુળદેવતા તે જ મારા પણ” પછી સુંદરીએ ભક્તિપૂર્વક ઉપવાસ કરીને મુનિ સુવ્રતજિનની શાસનદેવી નરદત્તાનું સ્મરણ કર્યું. તેણે દર્શન આપીને જણાવ્યું કે તારી બહેનને પુત્રી થશે. દર્શનનો પુરાવો આપતાં કહ્યું કે ચાંચમાં કુસુમમાળા લઈને સમળી ભવનમાં પ્રવેશશે. (૧૫૬-૧૭૦).
પ્રભાત થતાં સુંદરી પણ મંગળ શબ્દની ઘોષણા કરાવતી ચંદ્ર શ્રેષ્ઠિના ભવનમાંથી ચંદ્રલેખા દેવીના ભવનમાં પહોંચી. દેવીએ આપેલ પ્રસાદ રાણીને આપ્યો. રાણીએ સ્વપનો નિર્દેશ કરતાં કહ્યું કે– ““હે સુંદરી ! આજે રાત્રે સુવર્ણમય સમળીએ એકાએક આવીને મારા ખભા પર ખીલેલાં ફૂલોની માળા ફેંકી.” સુંદરીએ પ્રતિવચન કહ્યું – “દેવીએ મને પણ તારું આ સ્વપ્ર દેખાડ્યું હતું. પંદર દિવસમાં નિઃસંદેહ ફળ મળશે.” તે પછી સ્વપ્ર ફળ વિશે વિશેષ જાણકારી આપીને રાણીને જણાવ્યું કે આ સમળી તિર્યંચનાં દુઃખો છોડીને તારા ઘેર આવી પહોંચી છે તે જ તારી પુત્રી થશે. આ જે કુસુમમાળા તેણે તારા ખભા પર નાંખી છે, તેથી તે ચારિત્ર્ય અને શીલયુક્ત હશે અને તે તારા માટે શુભંકર બનશે.” (૧૭૧-૮૭)
આમ સુખપૂર્વક કેટલાક દિવસો પસાર કરતાં રાણી ગર્ભવતી બની, ત્યારે તે રાણીને લોકોને સુખ થાય તેવું દોહદ ઉત્પન્ન થયું. દીન-દુઃખીઓને દાન આપવામાં આવ્યાં, જિન-મંદિરોમાં અદ્વિકા ઉત્સવો કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org