________________
વિશે વિસ્તૃત રીતે ઉપદેશ આપ્યો. સુદર્શના-જન્મ-ઉત્પત્તિ-નામક દ્વિતીય ઉદ્દેશક :
જંબુદ્વીપમાં ભારતની દક્ષિણે સમુદ્રતીરે સિંહલદ્વીપ આવેલો છે. ત્યાં શીલામેઘ તરીકે પ્રસિદ્ધ ચંદ્રગુપ્ત નામનો રાજા હતો. તેની ચંદ્રલેખા નામની શીલવતી પત્ની હતી. ક્રમશઃ તેને ૭ પુત્રો થયા. (૮૯-૧૨૩)
એક દિવસે ચંદ્ર શ્રેષ્ઠિએ નગરમાં તીર્થકરોના ભવનમાં વિવિધ પૂજાઓ કરાવી, દીન-દુઃખીઓને ઇચ્છિત દાન આપ્યું, અમારી ઘોષણા કરાવી. તેમના ભવનમાં સેંકડો લોકો એવી રીતે આવતા જતા હતા કે રસ્તા પર ચાલવાની જગ્યા ન હતી મળતી. આ જોઈ ચંદ્રલેખા દેવીએ કમલા દાસીને પૂછ્યું “શ્રેષ્ઠિના ઘેર કયા કારણથી વધામણું કરાય છે ? ત્યારે કમલાએ જણાવ્યું કે, ચંદ્ર શ્રેષ્ઠિનો પુત્ર ધન કમાઈને કુશળતાપૂર્વક પાછો ફર્યો છે, તેનો આ ઉત્સવ છે.” રાણીની આજ્ઞાથી કમલા ચંદ્રશ્રેષ્ઠિના ઘેર વધામણી આપવા ગઈ. પાછા આવીને રાણીને જણાવ્યું કે- “શેઠને ત્યાં પ્રસન્ન ચિત્તવાળો જે લોકો જાય છે તેઓ ત્યાં વધામણી આપવાના બહાને શ્રેષ્ઠિપુત્ર દ્વારા લેવાયેલ અનુપમ રૂપસુંદરીને જોવા જાય છે. યુથભ્રષ્ટ હરણી જેવી તે યુવતીના રૂપને જોતા લોકો ચિત્રિત હોય તેમ સ્તબ્ધ બની જાય છે.” (૧૨૪૧૩૪).
આ સાંભળી રાણીએ તરત જ કમલાને ફરી ત્યાં મોકલી ચંદ્રશ્રેષ્ઠિના પુત્રને સપરિવાર ભોજનનું આમંત્રણ પાઠવ્યું. બીજા દિવસે શ્રેષ્ઠિપુત્ર સાથે તે સુંદરી પણ માંડ માંડ આવી. સર્વને ભોજન કરાવી ચંદ્રસુતને ભેટ આપી ઘેર મોકલ્યા અને રાણીએ તે સુંદરીને રોકાવા કહ્યું. ખૂબ માનપૂર્વક દેવીએ તેને પોતાના સિંહાસન પર બેસાડી એકાંતમાં મૂદુ વચનોથી પૂછ્યું “હે સુતનું ! તને એવી કઈ ચિંતા છે? જેના વિચારથી તું શોક છોડતી નથી ? શા માટે લજ્જા રાખે છે ? કહે તેને શું દુઃખ છે ? જે મારે સ્વાધીન છે તે બધા વડે હું તને મદદ કરીશ. તું મારી મોટીબહેન તરીકે ગૌરવાન્વિત છે.” (૧૩૫
૧૪૮)
દરમ્યાન ચંદ્રશ્રેષ્ઠિ પણ ભેટ લઈને ત્યાં આવી પહોંચ્યા. શંકાશીલ થયેલા તે ભયપૂર્વક વિનંતિ કરવા લાગ્યા “હે સ્વામિની! સમુદ્ર મધ્યે વિમલ શૈલના શિખર પર આને એકાકી રડતી જોઈને, વિદ્યારે તેનું અપહરણ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org