________________
८
કિન્નરો વંદન કરવા આવે છે ? અપ્સરાઓ ત્યાં નૃત્ય કરે છે ?'
ત્યારે પ્રત્યુત્તર આપતાં ધનપાલે કહ્યું— “હા તે સાચું છે. જે મોટું આશ્ચર્ય મેં જોયું તે સાંભળ.’ (૨૮-૩૮)
ભગિનીના મૃત્યુશોકથી ગમગીન એવો હું એક વાર ઉજ્જયંત પર્વત પર ગયો હતો. પૂજાદિથી નિવૃત્ત થયા પછી ત્યાં સૂતો હતો ત્યારે દિવ્ય રૂપવતી સ્ત્રીને સ્તવન કરતાં જોઈ. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. તેના વિશે પૂછતાં તેણે પોતાનું કથાનક કહ્યું. (૩૯-૪૩)
ભરત ક્ષેત્રની દક્ષિણે મલય-પર્વતની નિકટમાં મલયા નામની શ્રેષ્ઠ નગરી છે. ત્યાંના રાજાએ એક વાર પાટલિનગરના રાજા મહાસેનને આજ્ઞા કરી કે મારા ચિત્રકારે આપેલ ચિત્રપટ્ટિકામાં તારા રૂપને જોઈને મારી પુત્રી તત્ક્ષણ અનુરાગવાળી બની છે. તો યોગ્ય દિવસે તેની સાથે લગ્ન કરવા આવજે. (૪૪-૪૭)
*
દૂતનાં વચન સાંભળીને મહાસેન રાજાએ તે કન્યાને પરણવા પાંચ વહાણ સાથે પ્રયાણ કર્યું. પ્રતિકૂળ પવનને કારણે દિશાઓમાં અથડાતું વહાણ માંડ માંડ વિમલશૈલ સુધી પહોંચ્યું. ક્ષુધાર્ત, તૃષાતુર રાજા તે પર્વત પર ચઢ્યો. ત્યાં મંદિર જોયું. બહાર રહેલ વાવમાંથી પાણી પી સ્વસ્થ થઈ પથ્થર ઉપર બેઠો. ત્યાં તેણે કોઈકની પાદુકા જોઈ. કુતૂહલથી પગલાંને અનુસરતો ગયો તો મંદિરમાં સ્તવન કરતી સુંદર યુવતીને જોઈ. (૪૮-૬૬)
સ્તવન પૂરું થતાં પ્રણામ કરી તે યુવતી (ચંપકલતા) મંદિરની બહાર નીકળી. ત્યાં એક મુનિવરને જોઈ, પ્રણામ કરી તે તેમનાં ચરણે બેઠી. મુનિએ અવધિજ્ઞાનથી તેને મનુષ્યભવા જાણીને કુશળ પૂછ્યાં. યુવતીએ પ્રત્યુત્તર આપી કૌતુકથી પ્રશ્ન કર્યો કે, આ ગિરિશિખર પર આવું સુંદર મંદિર કોણે કરાવ્યું ? (૬૭-૭૨)
યુવતીના રૂપથી મોહિત થયેલો તે મહાસેન રાજા પણ અશોકવૃક્ષ પાછળ સંતાઈને તેનું રૂપ નિહાળતો હતો. મુનિએ આ જોયું. તે યુવતીના કુતૂહલને શમાવવા તેમણે પહેલાં આક્ષેપિણિ, વિક્ષેપિણિ, નિર્વેદકરી અને સંવેગકરી કથાઓ વિશે જણાવી તેના માટે ઉચિત એવી નિર્વેદકરી વૈરાગ્યભાવ ઉત્પન્ન કરનારી કથા કહેવાનું શરૂ કર્યું. (૭૩-૭૭)
Jain Education International
જીવ મનુષ્યત્વ પામી ક્રમે ક્રમે મુક્તિસુખને કેવી રીતે પામે છે,
તે
For Private & Personal Use Only
www.jainelibrary.org