________________
હોવી જોઈએ. કદાચ કૃતિની ઘટના જ્યાં આકાર લે છે, તે ભૃગુકચ્છ(ભરૂચ)માં પણ થઈ હોય.
કથાસાર દુર્લભ મનુષ્ય સામગ્રી નામક પ્રથમ ઉદ્દેશક :
આરંભમાં કવિ તીર્થકરો અને પછી સરસ્વતી દેવીને વંદન કરીને વિરોઢ્યા દેવી અને સુદર્શના દેવીનું જયગાન કરે છે. સજ્જન-દુર્જનવર્ણન કર્યા પછી પોતાનામાં ક્ષમતા ન હોવા છતાં સુદર્શના દેવી પ્રત્યે આદરભાવ હોવાથી નિર્વેદ ઉત્પન્ન કરનાર તેનું ચરિત્ર કહીશ એમ પ્રતિજ્ઞા કરી કથાબીજ આપે છે. (૧-૧૬).
સુદર્શનાના બે પૂર્વભવ વિશે જણાવતાં કવિ કહે છે કે તે વૈતાઢ્યમાં વિજયા નામની વિદ્યાધરી હતી, જેણે નિરપરાધી કુકુટ સર્પની હત્યા કરી હતી જેના પરિણામે પછીના સમળીના જન્મમાં તે મ્લેચ્છ દ્વારા હણાઈ હતી. ત્યારે (વિદ્યાધરીના ભવમાં) જિનભવનમાં તીર્થકરની પૂજા જોઈને તે હર્ષથી રોમાંચિત બની હતી અને તેણે પથખિન્ન સાધ્વીની પરિચર્યા કરીને સુબોધિ (સમ્યક્ત) બીજની પ્રાપ્તિ કરી હતી. ત્યાં જિનાયતનમાં અપ્સરાનું નૃત્ય કરતાં પડી ગયેલ ઝાંઝર હરી લેવાના કારણે સમળીના જન્મમાં બચ્ચાંથી તેનો વિયોગ થયો હતો. મૃત્યુસમયે માંસ નહિ ખાવાના નિયમને કારણે અને પંચ નમસ્કારમંત્ર શ્રવણને કારણે, તે સિંહલદ્વીપમાં નરેન્દ્રની પુત્રીરૂપે જન્મી હતી. જાતિસ્મરણજ્ઞાન થતાં માતા-પિતાને પ્રતિબોધિત કરી, ભરૂચમાં મુનિઓને વંદન કરવા ચાલી નીકળી. સમુદ્ર વચ્ચે રહેલા વિમલશૈલ પર વિજયકુમાર સાધુના અનુરોધથી જિનમંદિર બનાવી, ભરૂચ પહોંચી, મુનિઓને પ્રણામ કરી, સુવ્રતજિનનું મંદિર બનાવી, વિવિધ વ્રતાદિ કરતી અનશનપૂર્વક મૃત્યુ પામી અને દેવલોકમાં ગઈ. (૧૭-૨૭)
આમ કથાબીજ આપી કવિ વિસ્તારથી કથાની શરૂઆત કરે છે. ભરત ક્ષેત્રમાં નંદિવર્ધન પર્વતની ઉત્તર-દિશામાં હિરણ્યપુર નામની નગરી હતી. ત્યાં વર્ધમાન નામનો જિનધર્મી ગૃહસ્થ રહેતો હતો. તેના ત્રણ પુત્રોમાં નાનો પુત્ર ધનપાલ ધર્મભીરુ, અને ગુરુપ્રતિ ભક્તિવાળો હતો. તેની પત્નીએ એક વાર તેને પૂછ્યું કે- આપ વારંવાર ઉજ્જયંત પર્વત પર જાઓ છો તો શું એ સાચું છે કે તે વિષમ પર્વત પર આજે પણ ધ્યાનસ્થ મુનિઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org