________________
માણિક્યસૂરિ કૃત સુદર્શના કથાનક' (સં.) અદ્યાપિ હસ્તપ્રત સ્વરૂપે જ છે. વિજયલલિતસૂરિ કૃત સુદર્શન ચરિત્ર ગદ્ય બંધ' (૨. સં. ૨૦૦૪) એ સુ. ચ. દેશની જ સંક્ષિપ્ત અનુકૃતિ છે.
પ્રસ્તુત સુવંસળા વર્થિ
અહીં પ્રસ્તુત કરાયેલ અજ્ઞાત કવિકૃત સુદંસણા ચરિયું એ શકુનિકા વિહાર અને અભ્યાવબોધ તીર્થની ઉત્પત્તિ અને માહાસ્ય સ્થાપિત કરતી પ્રાકૃત ભાષાબદ્ધ રચના છે. શકુનિકાવિહાર અને અશ્વાવબોધ તીર્થની ઉત્પત્તિ વિશે વિસ્તૃત વર્ણન કરતી અને સુદર્શનાના કથાનકને નિરૂપતી પ્રાયઃ આ પ્રથમ કૃતિ છે. ૧૨ ઉદ્દેશકમાં વિભાજિત અને ૧૬૦૦ ગાથા પ્રમાણ ધરાવતી આ કૃતિની એકમાત્ર તાડપત્રીય પ્રત મળે છે.
આ કૃતિના કર્તા વિશે કોઈ ઉલ્લેખ અદ્યાપિ પ્રાપ્ય નથી. આ કૃતિના આધારે જ રચાયેલી અનુગામી કૃત દેવેન્દ્રસૂરિકૃતિ “સુદર્શના ચરિત્ર'માંથી કે સમકાલીન કથાગ્રંથોમાંથી પણ આ કૃતિ કે તેના કર્તા વિષયક કોઈ ઉલ્લેખ મળતો નથી. આમ પ્રસ્તુત સુદર્શનચરિત્રના કર્તા અજ્ઞાત રહે છે. પણ એટલું તો સ્પષ્ટ છે જ કે કર્તા જૈન શ્વેતાંબર સંપ્રદાયના કોઈ આચાર્ય કે મુનિ છે. કૃતિમાંથી તેમનું જે વ્યક્તિત્વ ફુટ થાય છે, તે પરથી એમ નિશ્ચિત રૂપે ધારી શકાય કે તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાના જાણકાર, ઉત્તમ કવિ અને જૈન-જૈનેતર દર્શનના બહુશ્રુત વિદ્વાન હતા.
આ કૃતિના રચનાસમય વિશે પણ કોઈ નોંધ મળતી નથી. પિટર્સનની આ કૃતિની હસ્તપ્રત વિષયક નોંધને આધારભૂત માનીએ તો પણ સંવત ૧૨૪૪એ રચના સંવત્ કે લેખન સંવત્ તે સ્પષ્ટ થતું નથી. અલબત્ત કૃતિની ઉત્તર મર્યાદા સંવત ૧૨૪૪ ને નિશ્ચિત કરી શકાય. બીજું, એક એ અનુમાન પણ કરી શકાય કે શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર આમ્રભટ્ટ સં. ૧૨૨૨માં કરાવ્યો, તે સમયગાળામાં કદાચ આ કૃતિની રચના કરવામાં આવી હોય. '
કૃતિમાં પ્રાપ્ત થતી ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાવિષયક માહિતીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં આપણે એ પણ તારવી શકીએ કે કૃતિની રચના તત્કાલીન બૃહદ્ ગુજરાતના સીમાપ્રદેશમાં જ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org