SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય વક્તવ્ય દ્વાદશાનિયચક-પ્રથમ ભાગના પ્રસ્તુત પ્રકાશનથી, અમારી પ્રકાશન પ્રગતિ એક નવું જ સીમાચિ સ્થાપે છે. દ્વાદશાહનચક, જૈન શાસનનો એક મહાન દર્શન પ્રભાવક ગ્રન્થ છે. આના કતા પૂ. આચાર્ય શ્રીમદ્ભવાદી ક્ષમાશ્રમણ છે. તેઓ શ્રીમદે વિધિનિયમભદ્રવૃત્તિએ પદથી શરૂ થતી એક જ કારિકા ઉપર આશરે આઠ હજાર શ્લોક પ્રમાણ ભાગરૂપે આ ગ્રન્થરતની રચના કરી છે. આ ભાષ્ય ઉપર, પૂ. શ્રીસિંહસૂરગણિવાદી ક્ષમાશમણુજીએ, સંક્ષિપ્ત અને અતિગહન “ન્યાયાગમાનુસારિણી નામક ટીકા કરી છે. આ ટીકા પણ અમે સાથે જ પ્રકાશિત કરીએ છીએ. પૂ. શ્રીમદ્ભવાદી ક્ષમાશ્રમણજીના ભાષ્યનું સ્વતંત્ર અસ્તિત્વ આજે ક્યાંય નજરે પડતું નથી. ટીકામાં પ્રતિક રૂપે લેવાયેલાં પ્રતિક પદોના આધારે, પૂ. આચાર્ય મહારાજજી એ, ભાષ્યને અતિ પરિશ્રમે તૈયાર કરી અલગ તારવ્યું છે. તે ઉપર આપવામાં આવ્યું છે. આ ગ્રન્થનું સંપાદન, પૂ. ગુરૂદેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, અનેકાનેક હસ્તપ્રતિઓ સન્મુખ રાખીને, તેમજ જે જે દર્શનનું વિવરણ ગ્રન્થકારે કર્યું છે તે તે દર્શનના ઉચ્ચ અને પ્રામાણિક ગ્રન્થો દ્વારા ગ્રન્થના હાર્દને શુદ્ધ કરવા પૂર્વક કર્યું છે. સેંકડો વર્ષોથી અભ્યાસમાં ન આવવાને કારણે આ ગ્રન્થ એટલો તો અશુદ્ધિભંડાર બની ગયો છે કે આનું સર્વીશે શુદ્ધિકરણ કરવું એ ઘણું જ પરિશ્રમ સાધ્ય છે. ગ્રન્થની ગહનતાને લક્ષમાં લઈને પૂ. મહારાજશ્રીએ આના ઉપર “વિષપદવિવેચન નામક વ્યાખ્યા લખી છે, તે પણ આ સાથે જ પ્રસિદ્ધ થાય છે. ગ્રન્થના બાર આરામાંથી પહેલા અને બીજા આરાને આ પ્રથમ ભાગ છે. બાકીના ભાગે ત્વરીત પ્રકાશિત કરવાનો અમારે યથાયોગ્ય પ્રયા ચાલુ જ છે. આર્થિક સહાધ્યકોની નામાવલી અન્યત્ર આપી છે. અન્ય રીતિએ સહાયક બનનાર પુણ્યવાનોને અમે આભાર માનીએ છીએ અને ઈચ્છીએ છીએ કે, આ મહાન ગ્રન્થરતનો અધિકાધિક સર્વાણ અભ્યાસ કરી વાંચકો શુતારાધન કરી ગ્રન્થકાર, સંપાક અને પ્રકાશકો વિગેરેનો પરિશ્રમ સફલ બનાવે. – પ્રકાશક, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002584
Book TitleDvadasharnaychakram Part 1
Original Sutra AuthorMallavadi Kshamashraman
AuthorLabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1948
Total Pages354
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy