________________
પ્રસ્તાવના મૂળપાઠોમાં તથા P.K.D. ના આધારે અમે આપેલા દ્રવ્યાલંકારના મૂળ પાઠમાં ક્યાંક ક્યાંક પાઠભેદ જોવા મળશે. પ્રારંભના 1-24 પૃષ્ઠોમાં P.K.D. ના આધારે તૈયાર કરેલું મૂળ અમે આપ્યું છે. તે પછી સટીક દ્રવ્યાલંકારનો બીજો-ત્રીજો પ્રકાશ ૧ થી ૨૧૬ પૃષ્ઠમાં છે.
બીજા-ત્રીજા પ્રકાશની ટીકામાં જે ટિપ્પણો આપેલાં છે તે બધાં ગ્રંથમાં જ ગ્રંથકારે જ ઝીણા અક્ષરોથી ઉપર-નીચે યોગ્ય સ્થાને લખેલાં છે. અમે જે ટિપ્પણ આપ્યાં છે તેના પૂર્વે ** અમે આવી નિશાની કરેલી છે.
આ ગ્રંથમાં ટીકા સાથે જે મૂળ છાપેલું છે તે ટિપ્પણોના આધારે જ મૂળ આપેલું છે. પૃ.૨૭ ૫.૩ માં તથા પરમા સૂત્ર છે. તે પછી તપૂનાં સોપવામાડપિ શૂનતોપદ્યતે આટલું સૂત્ર પ્રથમ આદર્શમાં હતું જ. કારણ કે એની વિસ્તૃત ટીકા તેમણે કરેલી છે જ. તે પછી એ સૂત્ર તેમને અનાવશ્યક લાગ્યું હશે, એટલે એ ટીકાવાળું આખું ૪૬A પાનું એમણે આગળ-પાછળ () આવી નિશાની કરીને કાઢી નાખ્યું છે. આવાં તો બીજાં પણ ઉદાહરણો શોધતાં મળી આવે તેમ છે. એટલે એ વાત નક્કી છે કે પ્રથમ આદર્શમાં આ સૂત્ર હતું જ. પરંતુ તે પછી લખેલા P.K.D. આદર્શમાં આ સૂત્ર નથી જ. એટલે P.K.D. નો આદર્શ બીજી અવસ્થાનો આદર્શ છે. ટીકા સાથેના મૂળમાં એવા કેટલાયે ફેરફારો છે કે જે P.K.D. માં નથી. આ વાત અમે ઘણા સ્થળોએ જણાવી છે. P.K.D. પછીની અવસ્થાનું ટિપ્પણોમાં આપેલું સંસ્કારિત કરેલું મૂળ કે જે અમે ટીકા સાથે છાપ્યું છે તે ત્રીજી અવસ્થાનું મૂળ જણાય છે.
આ ગ્રંથની એક માત્ર તાડપત્ર ઉપર લખેલી પ્રતિ જેસલમેરમાં છે. બીજા પ્રકાશમાં ૧-૧૯૭ પાનાં છે. ત્રીજા પ્રકાશમાં ૧-૧૧૩ પાનાં છે. તે તે મુદ્રિત ભાગ હસ્તલિખિત ગ્રંથમાં કેટલામાં માને છે તે સરળતાથી શોધવા માટે હાંસિયામાં (માર્જિનમાં) તે તે પાનાનો 13, 24, 2B વગેરે અંક (નંબર) આપેલો છે. હસ્તલિખિત ગ્રંથોમાં ઉપરનું પૃષ્ઠ હોય તેની A સંજ્ઞા રાખી છે. નીચેનું પૃષ્ઠ હોય તેની B સંજ્ઞા રાખી છે.
તે સમયના લેખન યુગમાં કેવી વિશિષ્ટ લેખન કળા પ્રવર્તતી હતી તે તો હસ્તલિખિત ગ્રંથ જોવાથી જ ખ્યાલ આવી શકે. આજના યુગમાં પણ આ કળાનો ઉપયોગ કરવો દુષ્કર છે. કેટલાયે શબ્દો એવા હોય છે કે તેની વિભક્તિ નક્કી કરવી મુશ્કેલ હોય છે. ત્યાં ગ્રંથકારે તે તે શબ્દો ઉપર ૧,૨ વગેરે અંકો સૂક્ષ્મ રીતે લખી દીધા છે. જ્યાં ૧ હોય ત્યાં પ્રથમ વિભક્તિ, ૨ હોય ત્યાં દ્વિતીયા વિભક્તિ વગેરે સમજવાનું હોય છે. વળી કેટલાયે અક્ષરો ઉપર પ્રસ, રસ વગેરે શબ્દો ઝીણા અક્ષરોમાં લખેલા છે. આ પ્રસ, વન વગેરે શું છે એ સમજવા માટે મહિનાઓ સુધી રાત-દિવસ ચિંતન અમે કરેલું છે. છેવટે ભગવાનની કૃપાથી જ અણધાર્યો ભેદ ઉકલ્યો કે પ્રસ એટલે પ્રથમ સમાસ, વસ એટલે વતુર્થ સમાસ. અર્થાત્ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં સમાસ પ્રકરણમાં પહેલો બહુવ્રીહિ સમાસ વર્ણવ્યો છે. એટલે પ્રસ થી બહુવ્રીહિ સમજવાનો છે. તે જ પ્રમાણે વસ થી કર્મધારય સમાસ સમજવાનો છે.
આવા આવા અનેક સાંકેતિક શબ્દો અહીં ઉપયોગમાં લીધેલા છે, જેથી અર્થ સમજવામાં તદ્દન સરળતા થાય તથા અર્થ બીલકુલ સ્પષ્ટ સમજાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org