________________
પ્રસ્તાવના
બહુ ઓછા જોવામાં આવે છે. જેમાં મૂળ પણ હોય અને સાથે ટીકા પણ હોય એવા હસ્તલિખિત ગ્રંથો ભાગ્યે જ જોવામાં આવે છે.
આપણને વિ.સં. ૧૨૦૨ માં લખેલી જે દ્રવ્યાલંકારટીકાની તાડપત્ર પ્રતિ મળી છે તેમાં માત્ર ટીકા જ છે. મૂળની જે P.K.D. ત્રણ પ્રતિ મળી છે તેમાં માત્ર મૂળ જ છે. ટીકા સમજવા માટે મૂળ તો સામે જોઈએ જ. એટલે વિ.સં. ૧૨૦૨ માં લખેલી પ્રતિમાં ટીકાના તે તે અંશોને સમજવા માટે ટિપ્પણમાં ઝીણા અક્ષરોથી મૂળ પણ પ્રાયઃ સર્વત્ર લખેલું છે. પણ આ ગ્રંથકારે સ્વયં છેવટે સંસ્કારિત કરેલું મૂળ છે.
ટીકા વિ.સં. ૧૨૦૨ માં લખેલી મળે છે. તે પૂર્વે મૂળની રચના ગ્રંથકારે કરી જ હશે. હવે બન્યું એવું કે ટીકા રચ્યા પછી ઘણાં વર્ષો સુધી (લગભગ ૨૭ વર્ષ સુધી) તેઓ જીવંત રહ્યા હતા. આ જીવનકાળ દરમ્યાન તેમને જે જે સુધારા-વધારા કરવા યોગ્ય લાગ્યા તે તેમણે વિ.સં. ૧૨૦૨ માં લખેલી તાડપત્રીય પ્રતિમાં કર્યા છે. ભાગ્યે જ એવું એક પણ પાનું હશે કે જેમાં એમણે સુધારા-વધારા કર્યા નહિ હોય. આ માટે જેસલમેરમાં રહેલી આ હસ્તલિખિત પ્રતિ જોવાથી જ તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. આ દ્રવ્યાલંકારટીકાની પ્રતિના જ પ્રાયઃ સી.ડી. દલાલે લેવરાવેલા ફોટાઓ આ.પ્ર. પુણ્યવિજયજી મહારાજના સંગ્રહમાં અમદાવાદ લા.દ. ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરમાં, અમદાવાદ જૈન સોસાયટીમાં રહેલા ત્રિપુટીશ્રી દર્શનવિજયજી મહારાજના સંગ્રહમાં પ્રાચ્ય વિદ્યાભવનમાં, પાલિતાણા ખરતરગચ્છીય શ્રીહરિસાગરસૂરિજી મહારાજના સંગ્રહમાં, તથા બિકાનેરમાં ભેરોદાનજી બાંઠિયાના પુસ્તકસંગ્રહમાં અમે નજરે જોયા છે. આ સિવાય બીજે પણ દ્રવ્યાલંકારના નામે આ જ ફોટાઓ હોવાનો સંભવ છે. આ ફોટાઓમાં પણ આવા પહેલાં લખીને છેકી નાખેલા-ભૂંસી નાખેલા તથા ઉમેરેલા પાઠો જોઈ શકાશે.
કેટલેય સ્થળે ગ્રંથકારે પાઠોના પાઠો તથા પૃષ્ઠોમાં આગળ-પાછળ () આવી નિશાની કરીને જુના પાઠો રદ કર્યા છે. કેટલેય સ્થળે તે તે પાઠો ઘસી નાખ્યા છે અથવા ભૂંસી નાખ્યા છે. આમાં કેટલાક અક્ષરો મહામુશીબતે વંચાય છે, કેટલાક અક્ષરો વંચાતા જ નથી. જે પાઠોની આગળ-પાછળ (C) આવી નિશાની જ છે. તે પાઠો સ્પષ્ટ વાંચી શકાય છે.
આ પ્રતિમાં આ.મ.શ્રી રામચંદ્ર તથા ગુણચંદ્ર પોતે જ સુધારા-વધારા પાછળથી કર્યા છે, એટલે આ પ્રતિ તેમની પાસે જ રહેતી હોવી જોઈએ. એટલે એમ કહી શકાય કે આ પ્રતિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની દૃષ્ટિથી પાવન થયેલી છે. સંભવ છે કે આ.મ.શ્રી રામચંદ્ર-ગુણચંદ્ર કેટલાયે સુધારા-વધારા તેમણે પોતાના ગુરૂમહારાજની સાથે વિચારવિનિમય કરીને જ કર્યા હોય. - જ્યારે ટીકામાં મોટું પરિવર્તન કરે ત્યારે મૂલ ઉપર પણ એની કંઈક અસર પડે જ. અમને એમ લાગે છે કે એમણે રચેલું મૂલ ત્રણ અવસ્થામાંથી પસાર થયેલું છે. (૧) પહેલી અવસ્થામાં તેમણે જે મૂળ લખ્યું હશે તે. (૨) તે પછી સુધારેલું મૂલ P.K.D. માં છે. (૩) બીજા-ત્રીજા પ્રકાશની ટીકામાં, ટિપ્પણોમાં ઝીણા અક્ષરોએ લખેલું છેલ્લો સંસ્કાર આપીને તેમણે તૈયાર કરેલું મૂળ. માટે જ ટિપ્પણોને આધારે અમે આપેલા બીજા-ત્રીજા પ્રકાશની ટીકાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org