________________
પ્રસ્તાવના આ ગ્રંથના પઠન-પાઠનનો પ્રચાર ખાસ થયો લાગતો જ નથી. એનાં ઘણાં કારણો હોઈ શકે. (૧) સુધારો કરતાં કરતાં છેવટનો સુધારો તેમણે નક્કી કર્યો હોય ત્યાં સુધી આની બીજી નકલ તેમણે કરાવી જ ન હોય, અને પછી તેમનો અણધાર્યો સ્વર્ગવાસ થયો. તે સમયે રાજકીય ઉથલ-પાથલ એવી હતી કે આ ગ્રંથ અસ્ત-વ્યસ્ત દશામાં મૂકાઈ ગયો હોય. એટલે એની નકલ કરવા-કરાવવાનો અવસર જ કોઈને મળ્યો ન હોય. (૨) ગ્રંથ ઘણો જ કઠિન, તે તે વિષયના દર્શનશાસ્ત્રના નિષગાતો કે જેમણે તે તે વિષયના ઘણા જ ગ્રંથો વાંચેલા હોય આવા વિદ્વાનો હોય તે જ આ ગ્રંથનું પઠન-પાઠન કરાવી શકે, આવા વિદ્વાનો વિરલા હોય એટલે આવા ગ્રંથોના પઠન-પાઠનનો પ્રચાર સ્વાભાવિક રીતે અલ્પ જ હોય. આ વગેરે કોઈપાગ કારણથી ટીકાની બીજી નકલ મળતી જ નથી. મૂળની ત્રણ પ્રતિઓ અમને મળી છે. પાગ ટીકા વિના મૂળ સમજવું અતિ અતિ કઠિન છે. એટલે પુરાતન બીજા કોઈ વિદ્વાનોએ પણ આ ગ્રંથનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો દેખાતો નથી. એક માત્ર શકસંવત્ ૧૨૧૪ (વિક્રમ સંવત્ ૧૩૪૮માં આચાર્યશ્રી મલિષેણસૂરિવિરચિત સ્યાદ્વાદમંજરીમાં આનો ઉલ્લેખ અમારા જોવામાં આવ્યો છે. બૃહટ્ટિપ્પનિકા નામની એક તે સમયના ગ્રંથોની પ્રાચીન સૂચિ મળે છે. તેમાં દ્રવ્યાલંકાર અંગે કોઈ ઉલ્લેખ છે કે કેમ તે અમારી જાણમાં નથી. કારણ કે બૃહટ્ટિપ્પનિકા અમારા પાસે અત્યારે નથી. કોઈ વાચકને તેમાં કે અન્યત્ર ઉલ્લેખ મળે તો અમને જરૂર જણાવે. અમે ઉપકૃત થઈશું.
પંચાવન વર્ષ પૂર્વે દ્વાદશાનિયચક્રનું અને સંશોધન શરૂ કર્યું તે સમયે આ.પ્ર.શ્રી પુણ્યવિજયજી મહારાજે આના ફોટા મારા ઉપર મોકલ્યા હતા કે દ્વાદશારનયચક્રના સંશોધનમાં કંઈક ઉપયોગી થાય. તે પછી તો ઘણાં વર્ષો વીતી ગયાં. પુણ્યવિજયજી મહારાજ જેસલમેરમાં ત્યાંના ભંડારને વ્યવસ્થિત કરવા માટે પધાર્યા. ત્યાં તેમણે એક-બે પાનાં વધારે શોધી કાઢ્યો અને જેટલો ગ્રંથ મળતો હતો તેટલાની સ્વ. નગીનદાસ કેવળસીભાઈ પાસે નકલ કરાવી મારા ઉપર મોકલી પણ આપી હતી. તે પછી મેં કામ હાથમાં લીધું હતું. પાલિતાણાની ભરત પ્રિન્ટરીમાં એનાં બધાં પાનાં છપાઈ ગયાં. એ વાતને પણ વર્ષોનાં વર્ષો વીતી ગયાં. અમને આશા હતી કે પ્રથમ પ્રકાશની ટીકા કોઈ પણ સ્થાનમાંથી પ્રાયઃ મળશે. જ્યાં જ્યાં કંઈક આશાનું કિરણ દેખાયું, ત્યાં ત્યાં પણ તપાસ કરાવી. પરંતુ કંઈ મળ્યું નહિ. છેવટે વિક્રમ સંવત ૨૦૫૪ માં જેસલમેરના ભંડારને વ્યવસ્થિત કરવા માટે ત્યાંના જૈન ટ્રસ્ટના અધ્યક્ષ શેઠ બુદ્ધસિંહજી બાકાણાની વિનંતિથી અમારૂં જેસલમેરમાં આવવાનું થયું. ત્યાં અમે બધા જ ભંડારોમાં તપાસ કરી. પ્રાચીન પાનાંઓના ટુકડાઓનો મોટો સંગ્રહ છે તેમાં પણ ઝીણવટથી નિરીક્ષણ કર્યું, પણ કંઈજ તેમાંથી મળ્યું નથી. એટલે હવે આ ગ્રંથને તરત પ્રકાશિત કરવાનો જ નિર્ણય કર્યો. સાથે સાથે પ્રથમ ત્રણ પ્રકાશના મૂલમાત્રને પણ P.K.D. અનુસારે છાપવાનો નિર્ણય કર્યો. એટલે મૂલમાત્રનાં 1-23 પૃષ્ઠ પણ આ સાથે પ્રારંભમાં જ જોડી દીધાં છે. કેટલાક પાઠો તથા ચર્ચાઓ અમને સમજાતા નથી. છતાં જેવું મળ્યું તેવું મૂળ અમે આમાં છાપ્યું છે. અનુભવથી અમને લાગ્યું છે કે આને સમજવા માટે તત્ત્વાર્થરાજવાર્તિક, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ન્યાયકુમુદચંદ્ર આદિ દિગંબરગ્રંથો, તત્વાર્થસૂત્ર ઉપરની સિદ્ધસેન ગણિની ટીકા, તેમ જ બીજા દર્શનના ગ્રંથોનો ઝીણવટથી ધીરજ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org