________________
બાળક દેવકુમારે સં. ૧૪૪૪માં પૂ.મેરૂતુંગસૂરિમહારાજ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને એ નવોદિત મુનિનું નામ “જયકીર્તિ રાખવામાં આવ્યું. સં. ૧૪૬૭માં ગુરુએ તેમને યોગ્ય જાણીને ખંભાતમાં આચાર્યપદ પ્રદાન કર્યું. . ૧૪૭૧ના માગશર પૂર્ણિમાને સોમવારના દિવસે પૂ.મેરૂતુંગસૂરિમહારાજનું અણહિલપુર પાટણમાં સ્વર્ગમન થયું, એ પછી એ જ વર્ષમાં પૂ.જયકીર્તિસૂરિ મહારાજને ગચ્છાનાયકપદે સ્થાપવામાં આવ્યા હોવાનું ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે.
આ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની દીપિકા ટીકા સરળ અને સુબોધ છે, આમ છતાં અનેક તાત્વિકપદાર્થોથી ભરપૂર આ ટીકાની રચના છે, આ “દીપિકા' ટીકામાં કથાનકો બધા સંસ્કૃતગદ્યભાષામાં હોવાથી પ્રારંભિક સંસ્કૃતનો અભ્યાસ કરનાર પણ આ ટીકા વાંચી શકે તેવું છે. ટીકામાં અન્ય અન્ય ગ્રંથોના અનેક ઉદ્ધરણો આપેલ છે તે ઉદ્ધરણોના જેટલા સ્થાનો અમને પ્રાપ્ત થયા તે [] ચોરસ કૌંસમાં અમે ત્યાં નોંધેલ છે અને ઉદ્ધરણો બધા બોલ્ડ ફોન્ટમાં લીધેલ છે. ટીકામાં અને કથાનકોમાં આવતા વિશેષ નામોને પણ અમે બોલ્ડ ફોન્ટ લીધેલ છે.
આ દીપિકાવૃત્તિ સહિત ઉત્તરાધ્યયનની પૂર્વસંપાદિત આવૃત્તિ વિ. સં. ૧૯૬૬, ઈ. સ. ૧૯૦૯માં પંડિત હીરાલાલ હંસરાજે જામનગરથી પ્રકાશિત કરેલ છે. ૧૦૦ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલી પ્રતાકાર આવૃત્તિ જૂની લિપિમાં પ્રીન્ટીંગ થયેલ હતી અને અત્યંત અશુદ્ધપ્રત હોવાથી અમે તે તે અશુદ્ધ પાઠોની શુદ્ધિ ઉત્તરાધ્યયન બૃહદ્દીકાના આધારે કરેલ છે. ઉદ્ધરણોમાં પણ પદચ્છેદ વગેરેની ઘણી અશુદ્ધિઓ હોવાથી તે તે ગ્રંથોમાંથી અને બૃહદ્દીકામાંથી અમે ઉદ્ધરણપાઠોની પણ શુદ્ધિ કરેલ છે. એક સ્થાનમાં ઉદ્ધરણ પાઠ ત્રુટિતપતિત હોવાથી બૃહટ્ટીકાના આધારે એ સ્થાનાંગસૂત્રના પાઠની અમે પૂર્તિ કરેલ છે અને પ્રતિનો પાઠ ત્યાં નીચે ટિપ્પણીમાં મૂકેલ છે [જુઓ પૃષ્ઠ નં. ૪૩૦] આ સિવાય વિષયાનુક્રમણિકા, ૧થી ૩૬ અધ્યાયોનો વિસ્તૃત વિષયદિગ્દર્શન અને ૧૦ પરિશિષ્ટો અમે તૈયાર કરેલ છે.
ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની “દીપિકા'વૃત્તિની આ પ્રત અમે ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની કમલસંયમીયા “સર્વાર્થસિદ્ધિવૃત્તિનું સંપાદનકાર્ય કર્યું ત્યારે કોબા કૈલાસસાગર જ્ઞાનમંદિરમાંથી જોવા માટે મંગાવેલ અને એ પ્રત અત્યંત જીર્ણ-શીર્ણ થઈ ગયેલ હોવાથી
૮. મુનિ લાખા “ગુરુપટ્ટાવલી'માં જયકીર્તિસૂરિ વિષે આ પ્રમાણે નોંધ કરે છે
१२ बारमा गच्छनायक श्री जयकीर्तिसूरि । तिमिरपुरे। श्रेष्ठि भूपाल । भरमादे माता । संवत् १४३३ वर्षे जन्म । सवंत् १४७३ वर्षे गच्छेशपदं श्री पत्ने । संवत् १५०० निर्वाण श्री पत्ले । सर्वायु वर्षे ૬૮ [અંચલગચ્છદિગ્દર્શન પૃ. ૨૩૭]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org