________________
१५
પરમપૂજ્ય આચાર્યવર્ય જયકીર્તિસૂરિમહારાજરચિત ઉત્તરાધ્યયનદીપિકાટીકા :
વિધિપક્ષીય પરમપૂજ્ય આચાર્યવર્ય શ્રીમેરુનુંગસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય ગચ્છાધિપશ્રીજયકીર્તિસૂરીશ્વરજીમહારાજે ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર આ દીપિકાવૃત્તિની રચના કરેલ
છે. પ
પરમપૂજ્ય આ.શ્રીજયકીર્તિસૂરિમહારાજરચિત ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની દીપિકા વૃત્તિમાં ઉત્તરાધ્યયનનિર્યુક્તિની તપા આવશ્યકનિયુક્તિની ઘણી જ ગાથાઓ લેવામાં આવેલ છે. તેમજ એ અરસામાં થઈ ગયેલા પ.પૂ.આ.શ્રીમેરુનુંગસૂરિમહારાજના શિષ્ય (દીપિકાટીકાકારના ગુરુભ્રાતા) પ.પૂ.આ.માણિક્યશેખરસૂરિમહારાજ રચિત આવશ્યકનિર્યુક્તિદીપિકામાંથી પણ અમુક પદાર્થો લીધેલ છે, અને નવતત્ત્વવિવરણગ્રંથમાંથી પણ અમુક પદાર્થ લીધેલ છે અને દીપિકાટીકામાં ઉલ્લેખ પણ કરેલ છે કે આ અંગેનું વિશેષવર્ણન આવશ્યકનિર્યુક્તિદીપિકા, નવતત્ત્વવિવરણમાંથી જોવું.*
‘દીપિકા’ટીકાકાર પરમપૂજ્ય આચાર્યવર્ય શ્રીજયકીર્તિસૂરિમહારાજનો પરિચય :
પ્રસ્તુત દીપિકાટીકાકાર પૂ.આ.જયકીર્તિસૂરિમહારાજના શિષ્ય મેરુનુંગસૂરિમહારાજના શિષ્ય છે. વિક્રમની ૧૫ સદીમાં તેઓ વિદ્યમાન હોવાથી તેમનો સમય ૧૫મી સદીનો કહી શકાય છે.
મરુમંડલઅંતર્ગત તિમિરપુરમાં શ્રીમાલીવંશીય સંઘવી ભૂપાલશ્રેષ્ઠીને ત્યાં તેની પત્ની ભ્રમરાદેની કૂખે સં. ૧૪૩૩માં એમનો જન્મ થયો હતો, એમનું મૂળ નામ દેવકુમાર હતું.
૬.
૭.
.
संशयान्धतमसापहारिणी, सत्प्रकाशपरमोपकारिणी । उत्तराध्ययनदीपिका चिरं, प्रध्यतां मुनिजनैर्निरन्तरं ॥
गच्छाधिपः श्रीजयकीर्त्तिसूरीश्वरो विधिपक्षगणप्रहृष्टः ।
सद्भावसारः परमार्थहेतु-मक्लृप्तवान् पुस्तकरत्नमेतत् ॥ [ दीपिकाटीकाप्रशस्तिः ]
માણિક્યશેખરસૂરિએ આવશ્યકનિર્યુક્તિદીપિકાની ગ્રંથપ્રશસ્તિમાં પોતાના અન્ય ગ્રંથોનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે - પિંડનિર્યુક્તિદીપિકા, ઓધનિર્યુક્તિદીપિકા, ઉત્તરાધ્યયનદીપિકા, આચારાંગદીપિકા અને નવતત્ત્વવિવરણ - વિશેષમાં તેમણે જણાવ્યું છે કે એકકર્તૃત્વથી આ સર્વે ગ્રંથો સહોદરરૂપ છે : પ્રસ્તૃતયા પ્રથા અમી અસ્યા: સદ્દોવાઃ । [અંચલગચ્છદિગ્દર્શન પૃ. ૨૫૩]
અંચલગચ્છીય મેરુતુંગસૂરિના શિષ્ય જયકીર્તિસૂરિએ વિ.સં. ૧૪૮૩માં એક ચૈત્યની દેરીની પ્રતિષ્ઠા કરાવી હતી : સંવત્ ૧૪૮૩ વર્ષે પ્રથમ વૈશાલ શુદ્ર ૧૨ ગુરૌ શ્રીસંવતાછે श्रीमेरुतुंगसुरीणां श्रीजयकीर्तिसूरीश्वरसुगुरूपदेशेन श्रीजिउलापार्श्वनाथस्य चैत्ये देहरि (३) कारापिता । । [જૈ.બુ.સા.ઈ.ગુ.આવૃત્તિ પૃ. ૪૨૩-૪૨૪]
....
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org