________________
ગાથા ૩થી ૨૦ સુધી દરેકનું છેલ્લું ચરણ “સે ન છ મંડલૅ" આ પ્રમાણે છે.
૧૧માં યોગસંગ્રહ શુચિદ્વારમાં ગાથા-૨૦માં વૃત્તિમાં શૌચફલવિષયક નારદની કથા ૨૦ શ્લોકોમાં વૃત્તિકારે બતાવેલ છે.
ગાથા-૨૧માં છેલ્લે નિગમન કરતાં કહે છે કે,
જે ભિક્ષુઓ આ સંયમાદિ સ્થાનોમાં યત્નવાળા થાય છે, તે પંડિત એવા તે ક્ષિપ્ત-શીધ્રા સર્વ સંસારથી મુક્ત થાય છે.”૨૬ ૩૨. પ્રમાદસ્થાન :- ચરણવિધિ પ્રમાદસ્થાનના ત્યાગથી જ આસેવન કરવા માટે શક્ય છે,
તેથી બત્રીસમાં અધ્યયનમાં પ્રમાદના સ્થાનો બતાવેલ છે.
વૃત્તિકારશ્રીએ શરૂઆતમાં પ્રમાદના બે પ્રકાર બતાવ્યા છે (૧) દ્રવ્યપ્રસાદ અને (૨) ભાવપ્રમાદ. ત્યાં મદ્ય વગેરે દ્રવ્યપ્રમાદ છે અને નિદ્રા, વિકથા, કષાય અને વિષયાદિ ભાવ પ્રમાદ છે. અહીં ભાવપ્રમાદનો જ અધિકાર બતાવવાનાં છે. ૨૭
ગાથા-૨૧ ની અવતરણિકામાં કહે છે કે, रागस्यैव द्वेषसहितस्योद्धरणोपायमाह"जे इंदियाणं विसया मणुन्ना न तेसु भावं निसिरे कयाइ । न यामणुन्नेसु मणं पि कुज्जा समाहिकामे समणे तवस्सी" ॥
- अध्य० ३२ गा० २१ ત્યારપછી વિષયોમાં પ્રવર્તનમાં અને રાગ-દ્વેષના અનુદ્ધરણમાં પ્રત્યેક ઇન્દ્રિય અને પ્રસંગથી મનને આશ્રીને ૯-૯ ગાથાઓ દરેકની બતાવેલ છે.
ગાથા-૧૦૦માં ઇન્દ્રિયના ફળવિષયક જિનપાલ અને જિનરક્ષિતની કથા વૃત્તિકારે ૧૦૨ શ્લોકોમાં બતાવેલ છે તેમાં કહેલ છે કે,
२६. "इइ एएसु ठाणेसु जे भिक्खू जयई सया ।
खिप्पं से सव्वसंसारा विप्पमुच्चइ पंडिए" ॥ त्ति बेमि ।। - अध्य० ३१ गा० २१ २७. "अत्र च भावप्रमादेनैवाधिकारोऽयं च परिहार्य एव दुस्त्यजश्चायं जिनेष्वप्यस्य श्रूयमाणत्वात् । यथा
भगवतः श्रीऋषभदेवस्य वर्षसहस्रप्रमाणं कालं तदुग्रं तपश्चरतः सङ्कलितः प्रमादोऽहोरात्रं कथमिदं प्रमाणं घटामटाट्टीति ? उच्यते-किलाप्रमादगुणस्थानस्यान्तर्मुहूर्तिकत्वेनानेकशोऽपि प्रमादप्राप्तौ तदवस्थितिविषयभूतस्यान्तर्मुहूर्तस्यासङ्ख्येयभेदत्वात् तेषामतिसूक्ष्मतायां सर्वसङ्कलनायामप्यहोरात्रमेवावसेयम् । तथा वर्धमान-स्वामिनोऽपि द्वादशवर्षाणि साधिकानि तपश्चरतः प्रमादकालोऽन्तर्मुहूर्तमात्र एव सङ्कलितः । इहाप्यन्तर्मुहूर्तानामसङ्ख्येयभेदात् प्रमादस्थितविषयान्तर्मुहूर्तानां सूक्ष्मत्वं सङ्कलनान्तर्मुहूर्तस्य च बृहत्तरत्वमिति भावनीयम् । अत एव जिनाः प्रमादं महादोषं वदन्ति । प्रमादतो हि प्राणिनोऽनन्तसंसारं पर्यटन्ति, अतोऽसौ त्याज्य एवेत्येतदेवाह- अध्य० ३२ गा० १ अव०
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org