________________
२९
સ્વાધ્યાયના પાંચ ભેદોના નામ, ગાથા-૩૫માં ધ્યાનના પ્રકારો, ગાથા-૩૬માં કાયોત્સર્ગનું સ્વરૂપ બતાવેલ છે. અધ્યયનનો ઉપસંહાર કરતાં છેલ્લે કહે છે કે,
જે મુનિ આ બંને પ્રકારના બાહ્ય અને અત્યંતરનું સમ્યગું આચરણ કરે છે તે શીધ્ર ચારગતિરૂપ સંસારથી મુક્ત થાય છે. ૨૫ અને ત્યારપછી તપના ફલવિષયક સ્કંદમુનિની કથા બતાવેલ છે. ૩૧. ચરણવિધિ :- તપ ચારિત્રવાળાને જ હોય છે, તેથી આ અધ્યયનમાં ચરણવિધિને
બતાવેલ છે. આ અધ્યયનમાં એક પ્રકારે, બે પ્રકારે યાવત્ ૩૩ પ્રકારે ચરણવિધિ બતાવેલ છે. જેમકે,
"एगओ विरई कुज्जा एगओ य पवत्तणं ।
असंजमे नियत्तिं च संजमे य पवत्तणं" ॥ - अध्य० ३१ गा० २ ૧ પ્રકારે અસંજમમાં નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ જે ભિક્ષુ કરે છે, ૨ પ્રકારે પાપકર્મમાં પ્રવર્તક રાગ-દ્વેષના ઉદયને જે ભિક્ષુ રોકે છે, ૩ પ્રકારે મનોદંડ આદિ દંડ, ગારવત્રિક અને શલ્યત્રિકનો જે ભિક્ષુ ત્યાગ કરે છે, દિવ્ય તિર્યંચકૃત મનુષ્યકૃત ઉપસર્ગોને જે ભિક્ષુ સહન કરે છે, ૪ પ્રકારે વિકથા, કષાય, સંજ્ઞા અને આર્ત-રૌદ્રરૂપ ધ્યાન ચતુષ્કને જે ભિક્ષુ વર્જે છે. ૫ પ્રકારે વ્રતોમાં, ઇંદ્રિયોના અર્થમાં, સમિતિમાં અને ક્રિયામાં, છ પ્રકારે લેગ્યામાં, છકાયમાં, છપ્રકારના આહારના કારણોમાં, ૭ પ્રકારે પિંડાવગ્રહપ્રતિમામાં, ભયસ્થાનોમાં, ૮ પ્રકારે મદોમાં, ૯ પ્રકારે બ્રહ્મગુપ્તિમાં, ૧૦ પ્રકારે ભિક્ષુધર્મમાં, ૧૧ પ્રકારે શ્રાવકની પ્રતિમાઓમાં અને ૧૨ પ્રકારે ભિક્ષુની પ્રતિમાઓમાં, ૧૩ પ્રકારે ક્રિયાઓમાં ૧૪ પ્રકારે ભૂતગ્રામોમાં, ૧૫ પ્રકારે પરમધાર્મિકમાં, ૧૬ પ્રકારે ગાથાષોડશકોમાં, ૧૭ પ્રકારે અસંયમમાં, ૧૮ પ્રકારે બ્રહ્મચર્યમાં, ૧૯ પ્રકારના જ્ઞાતાધ્યનોમાં (છઠ્ઠા અંગમાં કહેલા જ્ઞાત ઉદાહરણ પ્રતિપાદક ઉસ્લિપ્ત આદિ) ૨૦ પ્રકારે અસમાધિસ્થાનોમાં, ૨૧ પ્રકારે શબલોમાં, ૨૨ પ્રકારે સુધાદિ પરિષદોમાં, ૨૩ પ્રકારે સૂયકૃત અધ્યયનોમાં, ૨૪ પ્રકારે ભવનપતિ વગેરે દેવોમાં, ૨૫ પ્રકારે પાંચ મહાવ્રતવિષયક ભાવનાઓમાં, ૨૬ પ્રકારે દશાશ્રુતસ્કંધકલ્પવ્યવહારોમાં, ૨૭ પ્રકારે અણગારગુણોમાં, ૨૮ પ્રકારે પ્રકલ્પ-યતિવ્યવહાર અર્થાત્ શસ્ત્રપરિજ્ઞા વગેરે આચારાંગના અધ્યયનોમાં, ૨૯ પ્રકારે પાપગ્રુતપ્રસંગોમાં, ૩૦ પ્રકારે મોહસ્થાનોમાં, ૩૧ પ્રકારે સિદ્ધોના અતિશાયિ ગુણોમાં, ૩૨ પ્રકારે યોગસંગ્રહોમાં અને ૩૩ પ્રકારે આશાતનામાં જે ભિક્ષુ નિત્ય સમ્યફ યત્ન કરે છે, તે ભિક્ષુ ચતુરન્તસંસારમાં રહેતાં નથી.
રપ. “યં તવં તુ તુવિદં H મારે મુળી ..
से खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पंडिए" ॥ त्ति बेमि || - अध्य० ३० गा० ३७
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org