________________
२५ કાયોત્સર્ગ કરે તે ગાથા ૪૧માં બતાવેલ છે, ત્યારપછી કાયોત્સર્ગ પારીને, ગુરુને વંદન કરીને સ્તુતિમંગલ કરીને કાલ પડિલેહણ કરે અને ગાથા ૪રની વૃત્તિમાં કહ્યું છે કે, કાલ વિધિ આગમમાંથી જાણવી. था-४ उभा छ
"पढमं पोरिसि सज्झायं बिइयं झाणं झियायई ।
तइयाए निद्दमोक्खं तु सज्झायं तु चउत्थीए" ॥- अध्य० २६ गा० ४३ ત્યારપછી ગાથા ૪૪થી ૫૧માં ચતુર્થપૌરુષીનું કૃત્ય કેવી રીતે કરવું તે બતાવેલ છે. છેલ્લે અધ્યયનનો ઉપસંહાર કરતાં ગાથા પરમાં સૂત્રકાર જણાવે છે કે “આ સામાચારીની સંક્ષેપથી વ્યાખ્યા કરેલ છે. જેનું આચરણ કરીને ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે.”૧૮ ૨૭. ખલુંકીય :- સામાચારીનું પાલન અશઠપણાથી શક્ય છે, તે તેના વિપક્ષસ્વરૂપ શઠતાના
જ્ઞાનથી અશઠપણાનો બોધ થાય છે, તેથી શઠતાના સ્વરૂપને બતાવવાપૂર્વક અશઠતાને કહેનાર આ સત્તાવીસમું અધ્યયન બતાવેલ છે. ગાથા-૮માં દષ્ટાંત બતાવીને દાન્તિક યોજન બતાવેલ છે
"खलुंका जारिसा जोज्जा दुस्सीसा वि हु तारिसा ।
जोइया धम्मजाणंमि भज्जंती धिइदुब्बला" ॥ - अध्य० २७ गा० ८ ત્યારપછી ગાથા-૮ની વૃત્તિમાં કહ્યું છે કે,
"यथा हि खलुङ्का गावः स्वस्वामिनं क्लामयन्ति, असमाधि च प्रापयन्ति एवमेतेऽपि गुरुमिति । एवं च कुतः ? इत्याह-यतो गुरुणा दुःशिष्या योजिता व्यापारिताः क्व ? धर्मयाने मुक्तिपुरप्रापकत्वेन धर्मवाहने भज्यन्ते न सम्यक् प्रवर्तन्ते 'धिइदुब्बल' त्ति 'प्राकृतत्वाद्' दुर्बलधृतयः 'धर्मं प्रतीति गम्यम्' "|| - अध्य० २७ गा० ८ वृत्तौ ॥
ત્યારપછી ગાથા ૯૧૪માં કુશિષ્યનું સ્વરૂપ બતાવેલ છે આ પ્રમાણે કુશિષ્યના સ્વરૂપનું પરિભાવન કરી ખેદ-ક્તમયુક્ત ગુરુ શું ચેષ્ટા કરે છે, તે ગાથા ૧પ૧૭માં બતાવેલ છે. ૧૯ १८. "एसा सामायारी समासेन वियाहिया ।
जं चरित्ता बहू जीवा तिन्ना संसारसागरं" ।। त्ति बेमि ॥ - अध्य० २६ गा० ५२ १९. "अह सारही व चिंतेइ खलुंकेहि समागओ ।
कि मज्झ दुट्ठसीसेहिं अप्पा मे अवसीअई ॥ जारिसा मम सीसा उ तारिसा गलिगद्दहा । गलिगद्दहे चइत्ताणं दढं पगिन्हई तवं ॥ मिउ मद्दवसंपन्ने गंभीरे सुसमाहिए । विहरई महिं महप्पा सीलभूएण अप्पणा" ॥ त्ति बेमि ॥ - अध्य० २७ गा० १५-१७
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org