________________
२०
ત્યારપછી રાજીમતી રૈવતગિરિ ઉપર જાય છે, અર્ધમાર્ગમાં વરસાદ આવે છે અને તેમના ચીવર-વસ્ત્રો ભીંજાઈ જાય છે તે સંઘાટી વિ. વસ્ત્રો ગુફામાં સુકવે છે, તેને અનાચ્છાદિત જોઈને
ત્યાં રહેલા રથનેમિમુનિ ભગ્નચિત્તવાળા બને છે અને કામાતુર બની રાજીમતી સાધ્વી પાસે કામની અભિલાષા કરે છે. ત્યારે તે રથનેમિને ભગ્નચિત્તવાળા જોઈને તે પ્રવ્રજિત રાજવરકન્યા શું કહે છે તે સૂત્રકારે ગાથા-૪૨થી ૪૬માં બતાવેલ છે.’
ત્યારપછી અંકુશવડે જેમ હાથી સ્થિર થાય છે તે વિષયમાં વૃત્તિકારે ગાથા-૪૬માં ૨૨ શ્લોકોમાં તે દૃષ્ટાંત બતાવેલ છે અને ગાથા-૪૬ના અંતે વૃત્તિકાર કહે છે કે,
"यथा ईदृगवस्थो गजोऽङ्कशेन पथि संस्थित एवमयमप्युत्पन्नविस्रोतसिकस्तद्वचनेनाहितप्रवृत्तिनिवर्तकतयाऽङ्कशप्रायेण धर्मे इत्यभिप्रायः" - अ० २२ गा० ४६ वृत्तौ
ત્યારપછી રથનેમિ અને રાજીમતી બંને કર્મો ખપાવીને સિદ્ધિગતિમાં જાય છે તે ગાથા૪૮માં બતાવેલ છે અને તેની વૃત્તિમાં રથનેમિનો સંયમપર્યાય વગેરે બતાવેલ છે. ૨૩. કેશિ-ગૌતમીય :- સંયમમાં ક્યારેક વિસ્રોતસિકા ઉત્પન્ન થાય ત્યારે રથનેમિની જેમ
ચરણમાં ધૃત્તિ ધારણ કરવી જોઈએ તેમ કહ્યું. આ અધ્યયનમાં બીજાઓને પણ ચિત્તવિહુતિ-ચિત્તમાં સંશય થાય ત્યારે કેશિ-ગૌતમની જેમ તેને દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ તે બતાવેલ છે. "धिरत्थु तेऽजसोकामी ! जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेउं सेयं ते मरणं भवे ॥ अहं च भोगरायस्स तं च सि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो संजमं निहुओ चर ॥ जइ तं काहिसि भावं जा जा दिच्छसि नारिओ । वायाइद्ध व्व हढो अट्रिअप्पा भविस्ससि ॥ गोवालो भंडवालो वा जहा तद्दव्वनिस्सरो । एवं अणिस्सरो तं पि सामन्नस्स भविस्ससि ।। तीसे सो वयणं सोच्चा संजयाए सुभासियं । अंकुसेण जहा नागो धम्मे संपडिवाइओ" ॥ - अध्य० २२ गा० ४२-४६ उग्गं तवं चरित्ताणं जाया दोन्नि वि केवली । सव्वं कम्मं खवित्ताणं सिद्धि पत्ता अणुत्तरं ॥ - अध्य० २२ गा० ४८ व्याख्या-उग्रं कर्मरिपुदारुणतया तपोऽनशनादि चरित्वा जातौ द्वावपि रथनेमि-राजीमत्यौ केवलिनौ सर्वं कर्म क्षपयित्वा सिद्धि प्राप्तावनुत्तरामुत्कृष्टाम् । किञ्च रथनेमिः प्रत्येकबुद्धो भूत्वा वर्षशतचतुष्टयं गृहस्थत्वेन, वर्षमेकं छद्मस्थत्वेन, वर्षशतपञ्चकं च केवलिपर्यायत्वेनैवं नववर्षशतान्येकवर्षाधिकानि सर्वायुः प्रतिपाल्य सिद्ध इति ॥४८॥ - अध्य० २२ गा० ४८
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org