________________
પાલિત નામના વ્યવહારીની ભાર્યાને સમુદ્રમાં પુત્રનો જન્મ થાય છે, તેથી સમુદ્રપાલ તેનું નામ રાખેલ છે અને રૂપિણી નામની કન્યા સાથે તેના લગ્ન થાય છે, તેની સાથે દોગંદકદેવની જેમ મનોહર ભોગો ભોગવે છે. મહેલના ગવાક્ષમાં એક દિવસ સમુદ્રપાલ ઊભેલો છે ત્યારે વધ્યભૂમિ લઈ જતાં વધ્ય માટે શોભા કરેલા મનુષ્યને જુએ છે અને સમુદ્રપાલ આ પ્રમાણે કહે છે–
__ "अहो ! अशुभानां कर्मणां निर्याणमवसानं पापकमशुभमिदं, यदसौ वराको वधार्थमित्थं नीयते इति भावः" ॥ - अ० २१ गा० ९ वृत्तौ ॥
આ પ્રમાણે વિચારીને સંવેગને પામેલો માતા-પિતાને પૂછીને સમુદ્રપાલ દીક્ષા સ્વીકારે છે પ્રવ્રયાગ્રહણ કરીને સમુદ્રપાલ શું કરે છે, તે ગાથા ૧૧થી ૨૨માં બતાવેલ છે. તેમાં વિવિક્તચર્યાનું ખૂબ વિશિષ્ટ પ્રકારે વર્ણન આપેલું છે.
છેલ્લે તે સમુદ્રપાલ ઉત્તમ સંયમજીવન આરાધીને કેવા પ્રકારના થાય છે. તેનું વર્ણન ગાથા-૨૩-૨૪માં સૂત્રકારે બતાવેલ છે. ૨૨. રથનેમીય :- વિવક્તચર્યા ધૃતિવાળા ચારિત્રીથી કરવા માટે શક્ય છે, આથી ક્યારેક
સંયમમાં ચિત્તની ચંચળતા થાય તો પણ રથનેમિની જેમ ચારિત્રમાં ધૃત્તિ ધારણ કરવી, તેથી બાવીસમું રથનેમીય અધ્યયન કહેલ છે અને તેની પ્રસ્તાવના માટે વૃત્તિકાર શરૂઆતમાં ૩૪ શ્રીનેમિચરિત્ર શ્લોકોમાં કહે છે. ત્યારપછી સૂત્રકારે ૧થી ૨૭ ગાથા સુધી અરિષ્ટનેમિ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે ત્યાં સુધીનું વર્ણન બતાવેલ છે તે સાંભળીને રાજીમતી વિચારે છે કે,
"राईमई विचिंतेई धिरत्थु मम जीवियं ।
जा हं तेणं परिचत्ता सेयं पव्वइउं मम" ॥ - अ० २१ गा० २९ ત્યારપછી પરમાત્મા નેમિનાથને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે ત્યાં જાય છે અને પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સ્વયં શું કરે છે. તે સૂત્રકારે બતાવેલ છે –
"अह सा भमरसंनिभे कुच्चफणगपसाहिए । सयमेव लुचई केसे धिइमंता ववस्सिया ॥ - अ० २१ गा० ३०
७. स नाण-नाणोवगए महेसी अणुत्तरं चरिउं धम्मसंचयं ।
अणुत्तरे नाणधरे जसंसी ओभासई सूरिए वंतलिक्खे ॥२३॥ दुविहं खवेऊण य पुन्न-पावं निरंगणे सव्वओ विप्पमुक्के । तरित्ता समुदं व महाभवोहं समुद्दपाले अपुणागमं गए ॥२४॥ त्ति बेमि ॥
– અધ્ય૦ ૨૨ ૦ ૨૩-૨૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org