________________
१८
૨૦. મહાનિર્ગથીય:- નિષ્પતિકમતા અનાથપણાની પરિભાવનાથી પાલન કરવા માટે શક્ય
છે, એથી મહાનિગ્રંથના હિતને કહેવા માટે આ અધ્યયન દ્વારા અનાથપણું બતાવેલ છે.
નંદનનામના ઉદ્યાનમાં સુસમાહિત સંયત એવા સાધુ વૃક્ષના મૂલમાં સુખોચિત બેઠેલા છે શ્રેણિક મહારાજા ક્રીડાર્થે ગયેલા છે અને તેમનું રૂપ જોઈને તેમને અત્યંત વિસ્મય થાય છે તે વર્ણન કરતાં સૂત્રકાર ગાથા-૬માં કહે છે– શ્રેણિક મહારાજા મુનિને પૂછે છે કે, હે આર્ય ! હે સંયત ! તરુણ છો ને ભોગોચિત સમયે ચારિત્રમાં ઉદ્યમ કેમ કર્યો ? ત્યારે મુનિ જવાબ આપે છે કે,
"अणामो मि महाराय ! नाहो मज्झ न विज्जई ।
अणुकंपगं सुहिं वावि कंची नाभिसमेमहं" ॥ - अध्य० २० गा० ९ ત્યારપછી અનાથતા અંગે રાજા અને મુનિ વચ્ચે જે સંવાદ થાય છે તે ગાથા-૩૦ સુધી વર્ણવેલ છે. ત્યારપછી અનાથી વિચારે છે કે,
"अनन्तके संसारेऽक्षीणकर्मो हि मम प्रतिभवं दायमाना वेदना दु:सहा । अतस्तद्वीजभूतकर्मक्षयार्थमेव यतिष्ये इत्यर्थः" - अ० २० गा० ३० वृत्तौ ॥
“જો એકવાર પણ મારી વેદના શાંત થાય તો હું “વંતો તો નિરામો |_| | |રિવ” આ પ્રમાણે વિચારીને તરુણ રાજકુમાર સુઈ જાય છે, ત્યાં રાત્રિના તેની વેદના ક્ષય પામે છે, તેથી વેદનાના ઉપશમ પછી વિચારે છે કે,
"ततो वेदनोपशमानन्तरं कल्यो नीरोगः सन् प्रभाते आपृच्छय मातृपितृबान्धवप्रमुखान् क्षान्तो दान्तो निरारम्भः सन् प्रव्रजितः" ॥ - अ० २० गा० ३४ वृत्तौ ॥
"ततः प्रव्रज्याप्रतिपत्तेऽहं नाथो जातो योग-क्षेमपकरणक्षम इति भावः आत्मनः-स्वस्य परस्य-वाऽन्यस्य पुरुषादेः सर्वेषां चैव भूतानां जीवानां त्रस्यन्तीति त्रसास्तेषां त्रसानां स्थावरास्तेषां स्थावराणां च" ॥ - अ० २० गा० ३५ वृत्तौ ॥
શ્રેણિક મહારાજા અનાથી મુનિને કહે છે કે,
"तव सुलब्धं मनुष्यजन्म ! लाभा वर्ण-रूपाद्यवाप्तिरूपाः सुलब्धास्तव, महर्षे ! यूयं सनाथाः सबान्धवाश्च 'तत्वत इति गम्यम्' यद्-यस्माद् 'भे' भवन्तः स्थिता मार्गे जिनोत्तमानाम्" ॥ - अ० २० गा० ५५ वृत्तौ ॥ ૨૧. સમુદ્રપાલીય - અનાથપણાની વિચારણા દ્વારા વિવિક્તચર્યાથી આચરણ કરવું જોઈએ
તેથી સમુદ્રપાલના દૃષ્ટાંતથી વિવિક્તચર્યા બતાવે છે.
૬. અહો ! વપuો અહો ! હવે અહો ! અન્નષ્ણ સોમથા |
अहो ! खंती अहो ! मुत्ती अहो ! भोगे असंगया ॥६॥ - अध्य० २० गा०६
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org