________________
१६
૧૮. સંયતીય :- પાપસ્થાનોનું વર્જન ભોગઋદ્ધિના ત્યાગથી સંયતને જ થાય છે, તેથી
સંજયમુનિના ઉદાહરણથી તે બતાવતાં કહે છે–
સંજય નામના રાજા શિકાર માટે જાય છે અને ત્યાં કેસર ઉદ્યાનમાં ધર્મધ્યાનનું ચિંતવન કરતા અણગારને જુવે છે તે મુનિનાં વિશેષણો આપ્યા છે કે, “નાયાસંગુત્તે,’ ‘ધમા fથાય' “પિતાશ્રવ: “નિમૂનોભૂતિતર્મવેબ્ધહેતુઃ” આવા મુનિની પાસે સંજય રાજા આવે છે, ભગવાન અણગાર મૌનપૂર્વક ધ્યાનમાં રહેલા છે, તેથી રાજા ભયભીત બને છે અને રાજા પોતાનો પરિચય આપે છે કે, હું સંજય નામનો રાજા છું, માટે હે ભગવન્! મને જવાબ આપો ! કેમકે ક્રોધિત મુનિરાજ તેજથી ક્રોડો મનુષ્યોને બાળી શકે છે, એથી મારું મન ભયાક્રાંત થઈ રહ્યું છે, માટે પ્રભો ! મને બોલાવો અને નિર્ભય બનાવો ! ત્યારે મુનિ રાજાને કહે છે તે વૃત્તિકારના શબ્દોમાં જોઈએ___ "अभयं पार्थिव ! राजन् तव 'न कश्चित् त्वां दहतीति भावः' इत्थमाश्वास्योपदेशमाहअभयदाता च त्वमपि भव, यथा भवतो मृत्युभयमेवमन्येषामपीत्यर्थःः । अनित्ये जीवलोके किं हिंसायां प्रसजसि ? अल्पदिनकृते किमित्थं पापमुपार्जयसि ? नेदमुचितमित्यर्थः" ॥ अध्य० १८गा० ११ वृत्तौ
ત્યારપછી તે ગર્દભાલિ મુનિ રાજાને ઉપદેશ આપે છે અને સંજય રાજા ચારિત્ર ગ્રહણ કરી સંજયમુનિ બને છે. તેઓ ગીતાર્થ અને વિનીત બને છે. ત્યારપછી ક્ષત્રિયમુનિ સંજયમુનિને કિયાવાદી, અકિયાવાદી, વૈનયિકવાદી વિ.નું સ્વરૂપ કહે છે અને મહાપુરુષો ચક્રવર્તી વગેરેના ઉદાહરણ દ્વારા ધર્મનો ઉપદેશ આપે છે અને સ્વવૃત્તાંત પણ જણાવે છે.
આ અધ્યયનની ૫૪ ગાથા છે એમાં અનેક મહાપુરુષોના ચરિત્ર આવરી લીધા છે. ખૂબ રસાળ આ અધ્યયની ચર્ચા છે. ૧૯. મૃગાપુત્રીય :- ભોગઋદ્ધિના ત્યાગથી શ્રમણ્ય પ્રાપ્ત થાય છે અને શ્રમણપણું
અપ્રતિકમતાથી ગ્લાધ્ય બને છે, તેથી શ્રમણપણામાં અપ્રતિકર્મતા મૃગાપુત્રમુનિના દૃષ્ટાંતથી બતાવેલ છે.
દોગંદકદેવની જેમ ભોગઋદ્ધિને ભોગવી રહેલ મૃગાપુત્ર મહેલના ગવાક્ષમાંથી શ્રમણસંયતને જુવે છે અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયા છે અને માતાપિતાને કહે છે કે, अथोत्पन्नजातिस्मरणोऽसौ यत् कृतवांस्तदाह
"विसएहिं अरज्जंतो रज्जंतो संजमंमि य ।
अम्मा-पियरं उवागम्म इमं वयणमब्बवी" ॥ - अ० १९ गा० ९ व्याख्या-सुव्यत्ययाद् विषयेषु शब्दादिष्वरज्यन्नभिष्वङ्गमकुर्वन् रज्यन् रागं कुर्वन् क्व? संयमे चाम्बापितरावुपागत्येदं वक्ष्यमाणं वचनमब्रवीदिति ॥ - अ० १९ गा० ९ वृत्तिः
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org