________________
૩૧. ચરણવિધિઃ- ચરણ એટલે ચારિત્ર તેની વિધિ-વર્ણન છે. અમુકનો ત્યાગ અને અમુક
ગુણોનો સ્વીકાર કરવાનું જણાવી ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૨. પ્રમાદસ્થાન :- પ્રમાદનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરવો ઘટે છે, તેથી પ્રમાદનું સ્વરૂપ આપ્યું
છે. રાગ, દ્વેષ, મોહ અને કષાયનું સ્વરૂપ ને તેના દોષ બતાવ્યા છે. ૩૩. કર્મપ્રકૃતિ :- આમાં કર્મનું સ્વરૂપ તેના જ્ઞાનાવરણીયાદિ ભેદ અને ઉત્તરભેદ વગેરે
બતાવ્યું છે. ૩૪. વેશ્યા :- લેશ્યાના પ્રકાર ને તેનું નિરૂપણ છે. ૩૫. અનગારમાર્ગઃ - અનગાર એટલે અગાર-ગૃહ રહિત એવા સાધુના ગુણો પંચમહાવ્રતાદિ
પાળવાનું જણાવ્યું છે. ૩૬. જીવાજીવવિભક્તિઃ - સાધુગુણ સેવવામાં જીવાજીવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે, તેથી
જીવ અને અજીવનું સ્વરૂપ, તેના પ્રકાર વગેરે સમજાવ્યું છે.
શ્રીભદ્રબાહુ સ્વામી ઉત્તરાધ્યયની નિયુક્તિમાં જણાવે છે કે, આનાં ૩૬ અધ્યયનમાં કેટલાક અંગમાંથી પ્રભવેલા, કેટલાક જિનભાષિત, કેટલાક પ્રત્યેકબુદ્ધ સંવાદરૂપ છે. (ગાથા-૪)
તેના ઉપર પૂ.આ.શ્રી શાંતિસૂરિમહારાજા ટીકા કરતાં જણાવે છે કે અંગ એટલે દષ્ટિવાદ આદિમાંથી ઉત્પન્ન થયેલ જેવાં કે,
પરીષહ અધ્યયન (રજું) જિનભાષિત જેવું કે દ્રુમપુષ્પિકા (દ્ધમપત્રક) અધ્યયન (૧૦મું) કે જે કેવલજ્ઞાન થયા પછી શ્રીભગવાન મહાવીરસ્વામીએ પ્રણીત કરેલું છે. પ્રત્યેકબુદ્ધમાંથી ઉત્પન્ન થયેલ તે કપિલીય અધ્યયન (મું) છે ને સંવાદરૂપ તે કેશિગૌતમીય અધ્યયન (૨૩મું) છે.
ક્વચિત એમ પણ કહેવાય છે કે “તે અર્થથી શ્રીવર્ધમાનસ્વામીએ પોતાના અવસાન સમયે સોળ પહોરની દેશના આપી તે વખતે પ્રરૂપ્યાં છે. તે દેશનામાં પ્રભુએ પ૫ અધ્યયનો પુણ્યફળ વિપાકનાં અને પપ અધ્યયન પાપફળ વિપાકનાં કહ્યાં છે. ત્યારપછી પૂછડ્યા વિના ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનો પ્રકાશ્યાં છે તેથી તે અસ્પષ્ટ વ્યાકરણ કહેવાય છે. છેવટ મરુદેવામાતાનું પ્રધાન નામનું અધ્યયન પ્રરૂપતાં અંતર્મુહૂર્તનું શૈલેશીકરણ કરી પ્રભુ મોક્ષ પદ પામ્યા છે.” (જુઓ પ્રસ્તાવના જૈનધર્મપ્રસારક સભાએ સં. ૧૯૮૧માં ગૂજરાતી ભાષાંતર સહિત પ્રકટ કરેલ ઉત્તરાધ્યયનસૂત્ર)
૪. “મંડૂમવા નિખાસિયા પત્તેયવૃદ્ધસંવાયા !
बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा" || - उत्त० नि० गा० ४ ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org