________________
१३
વચ્ચે સંવાદ છે. કેશીનો ખાસ પ્રશ્ન એ છે કે ભગવાન પાર્શ્વનાથે સાધુધર્મ ચા૨ મહાવ્રતવાળો કહ્યો અને શ્રીવર્ધમાનસ્વામીએ પાંચ મહાવ્રતવાળો કહ્યો. વળી શ્રીપાર્શ્વનાથ ભગવાને સર્ચલક (સવસ્ત્ર) અને શ્રીવીરભગવાને અચેલક (વસ્રરહિત) ધર્મ કહ્યો. આમ બંનેમાં ફરક કેમ ? ગૌતમસ્વામીએ ઉત્તરમાં કહ્યું કે, ‘મધ્યના બાવીસ તીર્થંકરોના સાધુઓ ઋજુપ્રાજ્ઞ હોવાથી ચોથા અપરિગ્રહ મહાવ્રતમાં જ બ્રહ્મચર્યનો સમાવેશ કરી લે છે અને તેમને સચેલક રહેવાનું કહ્યું છે, અને ચોવીસમા તીર્થંકરના સાધુઓ વક્રજડ હોવાથી તેમને માટે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બે વ્રત જુદા પાડી પાંચ મહાવ્રતો કહ્યાં છે ને અચેલક ધર્મ કહ્યો છે.’ વગેરે અનેક પ્રશ્નોનું સમાધાન છે.
૨૪. પ્રવચનમાતા :- શંકાનું નિવારણ કરવામાં ભાષાસમિતિરૂપ વાગ્યોગની જરૂર છે, તેથી આમાં પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાનું સ્વરૂપ આપ્યું છે. આ આઠ પ્રવચનમાતામાં સર્વ દ્વાદશાંગરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે, તેથી તે તેની માતારૂપ કહેવાય છે.
૨૫. યજ્ઞીય :- આમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રાહ્મણનાં લક્ષણ અને બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. વિજયઘોષ બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો તે વખતે જયઘોષ મુનિ ભિક્ષા લેવા જતાં તેણે ભિક્ષા ન આપી, તેથી બંને વચ્ચે સંવાદ થાય છે ને તેમાં બ્રાહ્મણનું લક્ષણ આપતાં પ્રસંગને લીધે સાધુ, બ્રાહ્મણ, મુનિ, તાપસ, ક્ષત્રિય, વેશ્ય, શુદ્ર વગેરેનાં લક્ષણો પણ આપ્યાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જન્મથી કાંઈ જાતિની પ્રાપ્તિ થતી નથી, માત્ર કંઠમાં યજ્ઞોપવિત ધારણ કરી લેવાથી બ્રાહ્મણ બની શકાય નહીં, વલ્કલ માત્રના ૫હે૨વાથી કાંઈ યથાર્થ તપસ્વી બની જવાતું નથી. તેમ યોગ્ય કાર્યો સિવાય બ્રાહ્મણ આદિ જાતિને યોગ્ય બની શકાતું નથી.
૨૬. સામાચારી :- સાધુ સમાચારી દશ પ્રકારની આવશ્યકી આદિ બતાવી છે. તે ઉપરાંત બીજી રીતે સાધુ માટેની સામાચારી દિનકૃત્ય, રાત્રિકૃત્ય વગેરે બતાવેલ છે.
૨૭. ખલુંકીય :- સામાચારી અશઠપણાથી પળાય છે તે પર ગર્ગ નામના મુનિની કથા કહી ખલુંક (બળદ-ગળીઆ બળદ)નું દૃષ્ટાંત આપી તે ઉપનયથી શિષ્યો પર ઉતાર્યું છે. ૨૮. મોક્ષમાર્ગ :- અશઠતાથી મોક્ષ સુલભ થાય છે, આમાં મોક્ષમાર્ગના ચાર કારણો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જણાવી તે દરેકના ભેદ સમજાવ્યા છે.
૨૯. સમ્યક્ત્વપરાક્રમ ઃ- વીતરાગ થયા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. તે સમજાવવા માટે આ અધ્યયન છે, તેમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ (૭૩) દ્વાર કહ્યાં છે. ૩૦. તપોમાર્ગ :- આસવદ્વાર બંધ કરી તપવડે કર્મનું શોષણ કરાય છે. તે તપના છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અંતરંગ તપ એમ બે ભેદ દરેકના પ્રભેદ સાથે જણાવેલ છે.
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org