________________
સૂત્ર ઉપરની પૂજય ઉપાધ્યાયશ્રીકમલસંયમવિજયવિરચિત અને શાસ્ત્રવિશારદ શ્રીવિજયધર્મસૂરિશિષ્ય-મુનિશ્રીજયંતવિજયસંશોધિત “સર્વાર્થસિદ્ધિ' ટીકાનું નવીન સંપાદન કાર્ય પુસ્તકાકારે “ભદ્રંકરપ્રકાશન’ તરફથી બે ભાગમાં પ્રકાશિત થઈ રહેલ છે. તેમાંથી ભાગ-૧માં ૧૬ અધ્યયનો આવેલ હોવાથી તે અધ્યયનો અંગે સાર અને વિશેષતાઓ તેમાં આપેલ છે. ત્યારપછી આ ભાગ-૨માં ૧૭થી ૩૬ અધ્યયનોનો સમાવેશ થતો હોવાથી તેની માહિતી આમાં આપવામાં આવેલ છે. ૧૭. પાપશ્રમણીય - તેમાં પાપDાનો સેવનાર પાપશ્રમણનું સ્વરૂપ છે. ૧૮. સંયતીય - પાપસ્થાનોનો ત્યાગ ભોગના ત્યાગથી સંયતિ થવાથી થાય છે. તે ભોગના
ત્યાગ પર સંજય રાજાની કથા છે. તે પરથી આ અધ્યયનને સંયતીય કહી શકાય છે. ૧૯. મૃગાપુત્રીય - ભોગનો ત્યાગ કરતાં શરીરની શુશ્રુષા વર્જવાની છે. તે પર મૃગાપુત્રની
કથા છે. ૨૦. મહાનિર્ગથીય :- સંસારમાં મારો રક્ષક કોઈ નથી, “હું એકલો જ છું” એવા
અનાથપણાની ભાવના આમાં સિદ્ધ કરી છે કે તે પર અનાથી મુનિની કથા છે. ૨૧. સમુદ્રપાલીય - અનાથપણાનો વિચાર એકાંત ચર્યા વિના થઈ શકતો નથી, તેથી એકાંત
ચર્યા પર સમુદ્રપાલની કથા આમાં આપી છે. ૨૨. રથનેમીય - એકાંત ચર્ચા ધીરજ વિના પાળી શકાતી નથી, તેથી રથનેમિના દૃષ્ટાંતથી
ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ આપ્યો છે. પ્રથમ શ્રીનેમિનાથપરમાત્માનો રાજીમતીનો ત્યાગ ને દીક્ષા જણાવી રાજીમતીએ રથનેમિને કરેલ ઉપદેશ વગેરે સુંદર
કથા છે. ૨૩. કેશી-ગૌતમીય - સંયમમાં ધૃતિ રાખતાં આવતી શંકાઓનું સમાધાન કરી સંયમમાર્ગમાં
પ્રવર્તવું. આમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ક્રમાગત શિષ્ય કેશીસ્વામી અને ગૌતમસ્વામી
વાદિવેતાલ શાંતિસૂરિની ટીકા સહિત દે.લા.ન. ૩૩, ૩૬ અને ૪૧, જયકીર્તિની ટીકા સહિત પંડિત હીરાલાલ હંસરાજ, કમલસંયમની ટીકા સહિત યશોવિજય ગ્રંથમાલામાં (તથા લક્ષ્મીચંદ જૈન લાયબ્રેરી આગરાથી, ભાવવિજયની ટીકા સહિત જૈન આત્માનંદસભા તરફથી વે.નં. ૧૩૯૮-૧૪૧૨. અંગ્રેજી ભાષાંતર અને પ્રસ્તાવના સહિત ડૉ. Jacobi કરેલ તે S.B.E. વો. ૨૪માં પ્રગટ થયેલ છે, અને મૂળ સંશોધી અંગ્રેજી પ્રસ્તાવના સહિત carpentien નામના વિદ્વાને સન ૧૯૨૧માં પ્રગટ કરેલ છે. ગુજરાતી ભાષાંતર સહિત જૈન ધ. સ. ભાવનગર તરફથી મૂળ તથા ગુજરાતીમાં કથાઓ સહિત બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે.) જુઓ વેબરનો લેખ ઈ.એ.વો. ૨૧ પૃ. ૩૭૯-૩૧૧ અને ૩૨૭-૩૨૯
– જૈ.ધ.ઈ. નવી આવૃત્તિ પૃ. ૪૪ ટિ. ૬૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org