________________
પાક્કથન
“માઢવો વહેતુ થાત, સંવ મોક્ષારVIKI
इतीयमार्हती मुष्टि-रन्यदस्याः प्रपञ्चनम्" ॥ - वीतरागस्तोत्र-२९-६ કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે, આગ્નવ સંસારનું કારણ છે, સંવરમોક્ષનું કારણ છે. આ પ્રમાણે આ આજ્ઞા અરિહંતના સઘળા ઉપદેશનો સાર છે. અંગ-ઉપાંગ આદિમાં કહેલું બીજું બધું આ સારનો વિસ્તાર છે. મૂલસૂત્રોની સંખ્યા :
મૂલસૂત્રોની સંખ્યામાં મતભેદ જોવા મળે છે. કેટલાક લોકો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક–આ ત્રણ સૂત્રોને જ મૂલસૂત્ર માને છે, પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિને મૂલસૂત્રોમાં ગણતા નથી. તેમના મત પ્રમાણે પિંડનિર્યુક્તિ, દશવૈકાલિકનિર્યુક્તિના આધારે અને ઘનિર્યુક્તિ, આવશ્યકનિયુક્તિના આધારે રચાઈ છે. કેટલાક લોકો પિંડનિર્યુક્તિની સાથે ઓઘનિર્યુક્તિને પણ મૂલસૂત્ર તરીકે સ્વીકારે છે.
જૈન આગમોમાં મૂલસૂત્રોનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્ર અને દશવૈકાલિકસૂત્ર ભાષા તથા વિષયની દષ્ટિએ અત્યંત પ્રાચીન છે. ૨
ઉત્તરાધ્યયન–આ સંપૂર્ણ સૂત્ર અતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. આ ઉત્તરાધ્યયન
૧. પ્રાક્કથનરૂપ આ લખાણમાં જૈનબૃહસાહિત્યનો ઈતિહાસ ભાગ-૩ ગુજરાતી આવૃત્તિ અને
જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવી આવૃત્તિમાંથી અમુક લાખાણ સાભાર ઉદ્ધત કરી
સંકલિત કરેલ છે. ૨. પૂ.આ.ભાવપ્રભસૂરિ મહારાજે જૈનધર્મવરસ્તોત્ર (શ્લોક-૩૦)ની ટીકા (પૃ. ૪૪)માં નિમ્નલિખિત મૂલસૂત્રોનો ઉલ્લેખ કર્યો છે : રથ ઉત્તરાધ્યયન , મોવિયે ૨, fપર્ધ્વનિર્યુક્ટ્રિ
तथा ओघनियुक्ति ३ दशवैकालिक ४, इति चत्वारि मूलसूत्राणि ।। ૩. પ્રકાશિત - રાયધનપતસિંહ બહાદુર કલકત્તા સં. ૧૯૩૬માં લક્ષ્મીવલ્લભની ટીકા સહિત,
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org