________________
મારી પણ નાદુરસ્ત રહેતી તબીયતમાં મારા દરેક કાર્યોમાં પોતાનું વિશિષ્ટ યોગદાન અને સહકાર આપનાર પંન્યાસ શ્રીહેમપ્રભવિજયગણીનું કૃતજ્ઞભાવે સ્મરણ કર્યા વગર રહી શકાતું નથી. “સર્વાર્થસિદ્ધિ વૃત્તિ સહિત ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ ૧-૨ પુસ્તકાકારે સંપાદિત થઈને પ્રકાશિત થઈ રહેલ છે તે મારા માટે ખૂબ આનંદનો વિષય છે.
આ ગ્રંથના વાચન, મનન અને નિદિધ્યાસન દ્વારા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રયીની પરિણતિને વિકસાવીને આપણે સૌ કોઈ મુક્તિસુખના અર્થી મુમુક્ષુ ભવ્યાત્માઓ નિજસ્વરૂપના ભોગસ્વરૂપ મુક્તિસુખના ભોક્તા બનીએ એ જ એક અંતરની શુભાભિલાષા....!!
– પંન્યાસ શ્રીવજસેનવિજય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org