SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३१ અવ. એક જ દ્રવ્ય અનેક કેમ બને છે તેનો ખુલાસોIITથા : एगदवियम्मि जे अत्थपजया वयणपजया वा वि । तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ।। ३१ ।। છાયા : एकद्रव्ये ये अर्थपर्याया वचनपर्याया वाऽपि । अतीतानागतभूतास्तावत्कं तद् भवति द्रव्यम् ।। ३१ ।। અન્વયાર્થ : કવિમિ = એક દ્રવ્યમાં તીયાSTRાયમૂયા = ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળપણા વડે ને = જે-જેટલા સભ્યપળા = અર્થપર્યાયો વયજ્ઞથા વા વિ = અથવા વ્યંજનપર્યાયો તાવડું = તેટલું (તેટલી સંખ્યાવાળું) તં = તે વā – દ્રવ્ય દેવ = થાય છે. ગાથાર્થ જીવ વગેરે કોઈપણ એક દ્રવ્યમાં ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ સંબંધી જેટલા અર્થપર્યાયો (=અર્થનો અથવા અર્થનયોથી ગ્રહણ કરવા યોગ્ય અર્થભેદો) તેમ જ વ્યંજનપર્યાયો (=શબ્દનો અથવા શબ્દનયોથી ગ્રહણ કરવા યોગ્ય વસ્તુના અંશો) હોય છે, તેટલા પ્રમાણવાળું તે દ્રવ્ય થાય છે. (૩૧) તાત્પર્યાર્થ: કોઈ પણ પરમાણુ-જીવ આદિ મૂળ દ્રવ્ય વસ્તુતઃ અખંડ હોવાથી દ્રવ્યરૂપે ભલે એક જ હોય, તેમ છતાં તેમાં ત્રણે કાળના શબ્દપર્યાય અને અર્થપર્યાય અનંત હોય છે; તેથી તે એક દ્રવ્ય પણ ભિન્ન ભિન્ન પર્યાયે જુદું જુદું ભાસમાન થવાથી અને જુદું જુદું મનાવાથી પર્યાયોની સંખ્યા પ્રમાણે અનંત થાય છે. અર્થાત્, એક જ દ્રવ્ય અમુક પર્યાય સહિત હોય તો જુદું પ્રતીત થાય છે અને બીજા પર્યાય સહિત હોય તો જુદું પ્રતીત થાય છે. આ રીતે વિશેષ્યભૂત દ્રવ્ય એક હોવા છતાં વિશેષણભૂત પર્યાયોના ભેદને લીધે જુદું જુદું મનાવાથી તે દ્રવ્ય પણ પર્યાય જેટલી સંખ્યાવાળું બને છે. આ રીતે એક દ્રવ્ય દરેક અવસ્થામાં દ્રવ્યસ્વરૂપે ધ્રુવ રહેવાથી નિત્ય છે તથા તેના પર્યાયો બદલાવાથી અનિત્ય છે, તેથી નિત્યાનિત્ય માનવાથી જ એક દ્રવ્ય અનંતપ્રમાણવાળું માની શકાય છે પણ એકાંતે અનિત્ય કે એકાંતે નિત્ય માનવાથી એક દ્રવ્ય અનંત પ્રમાણવાળું માની શકાતું નથી. (૩૧) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy