________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३०
અને વંનાવિયuો = વ્યંજનનિયતવિભાગ મળો = વિકલ્પનીય -
ભિન્નભિન્ન. ગાથાર્થઃ વળી, તે વિભાગ સંક્ષેપમાં બે પ્રકારનો છે. ૧-વ્યંજનનિયત અર્થાત્ શબ્દનયસાપેક્ષ અને ૨-અર્થનિયત અર્થાત્ અર્થન સાપેક્ષ. તે બે પ્રકારના વિભાગ પૈકી અર્થન સાપેક્ષ વિભાગ અભિન્ન છે અર્થાત્ તેના ઉત્તરભેદો નથી; અને શબ્દનયસાપેક્ષવિભાગ વિકલ્પનીય છે અર્થાત્ ભેદ અને અભેદથી યુક્ત છે. (૩૦)
તાત્પર્યાર્થ : દરેક પદાર્થ ભેદભેદરૂપ છે. તેમાં જે અભેદની પ્રતીતિ થાય છે તે દ્રવ્યાસ્તિકનયનો વિષય છે અને ભેદની પ્રતીતિ થાય છે તે પર્યાયાસ્તિકનયનો વિષય છે. પર્યાયાસ્તિકનયના વિષયરૂપ ભેદ બે પ્રકારનો છે. ૧-શબ્દનયસાપેક્ષ, ૨-અર્થન સાપેક્ષ.
અર્થને ગૌણ કરી શબ્દને મુખ્ય માનનારા નયો શબ્દનયો કહેવાય છે, જે શબ્દસમભિરૂઢ અને એવંભૂતનય સ્વરૂપ છે. તથા શબ્દને ગૌણ કરી અર્થને પ્રધાન માનનારા નયો અર્થનયો કહેવાય છે, જે સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રનયરૂપ છે.
સંગ્રહનયનો વિષય અસત્ પદાર્થનો વ્યવછેદ કરી સરૂપ અભિન્ન-અર્થપર્યાયરૂપ હોવાથી, વ્યવહારનયનો વિષય અદ્રવ્યભૂત પદાર્થનો વ્યવચ્છેદ કરી દ્રવ્યરૂપ અભિન્નઅર્થપર્યાયરૂપ હોવાથી અને ઋજુસૂત્રનયનો વિષય ભૂતકાળ અને ભવિષ્યકાળના પદાર્થનો વ્યવચ્છેદ કરી વર્તમાનકાળરૂપ અભિન્ન-અર્થપર્યાયરૂપ હોવાથી અર્થનયસાપેક્ષ ભેદ અભિન્ન છે - એકરૂપ છે. માટે તેના ઉત્તરભેદો સંભવતાં નથી.
જ્યારે શબ્દનય અનુસાર એક અર્થના વાચક અનેક શબ્દો હોવાથી ભેદ ભિન્ન છે તથા સમભિરૂઢનયના મતે એક અર્થનો વાચક એક શબ્દ હોવાથી ભેદ અભિન્ન છે અને એવંભૂતનયના મતે વિવક્ષિત ક્રિયાકાળે જ એક અર્થનો વાચક એક શબ્દ હોવાથી ભેદ અભિન્ન છે. આ રીતે શબ્દનયસાપેક્ષ ભેદ ભિન્નભિન્ન છે.
આ વાતને બીજા શબ્દોમાં વિચારીએ તો, દરેક પદાર્થ ભેદભેદ ઉભયસ્વરૂપ છે. તેમાં જ્યારે અભેદ ઉપર સૂક્ષ્મ વિચારણાથી કાલ-દેશ વગેરે વડે ભેદોની કલ્પના કરવામાં આવે છે, ત્યારે તે ભેદો વિચારની સૂક્ષ્મતા પ્રમાણે ઉત્તરોત્તર વધતા જ જાય છે. અભિન્નસ્વરૂપ ઉપર કલ્પાયેલી એ અનંત ભેદોની પરંપરામાં સમાન પ્રતીતિનો વિષય અને એક શબ્દથી જણાવી શકાય તેવો જેટલો સદૃશપરિણામપ્રવાહ છે, તેટલો તે પ્રવાહ વ્યંજનપર્યાય કહેવાય છે; અને ઉક્ત ભેદોની પરંપરામાં જે ભેદ અંતિમ હોવાથી અવિભાજ્ય હોય અથવા જે ભેદ અવિભાજ્ય ન હોવા છતાં અવિભાજ્ય જેવો દેખાતો હોય તે અર્થપર્યાય કહેવાય છે. દા. ત. ચેતન પદાર્થનું જીવત્વ એ સામાન્યરૂપ છે; તેની કાલ, ધર્મ વગેરે ઉપાધિકૃત સંસારિત્વ, મનુષ્યત્વ, પુરુષત્વ, બાલત્વ વગેરે અનંત ભેદોવાળી નાની મોટી અનેક પરંપરાઓ છે. તેમાં ‘પુરુષ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org