________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२९
અgિ a ૩] = “સાચા જ છે અથવા ખોટા જ છે એ મુજબ
આ વિમય = વિભાગ કરતો નથી. ગાથાર્થ પોતપોતાના વક્તવ્ય અંશમાં સાચા એવા સર્વે નયો બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં મિથ્યાસ્વરૂપ છે; અનેકાંત સ્વરૂપ વસ્તુતત્ત્વનો જાણકાર પુરુષ તે નયો પૈકી “આ નયો સાચા છે અને આ નયો ખોટા છે' એવો વિભાગ કરતો નથી. (૨૮)
વિશેષાર્થ : દ્વાદશાનિયચક્રવૃત્તિ તથા ગુરુતત્ત્વવિનિશ્ચય આ બે ગ્રંથોમાં આ ગાથાનો ઉત્તરાર્ધ “તે પુળ વિસનગો....” ખ્યાલમાં રાખી અર્થ કરવામાં આવ્યો છે. તે મુજબ“જેણે સિદ્ધાંતનો પરમાર્થ જાણ્યો નથી તેવો જ પુરુષ “આ નવો સાચા જ છે અથવા આ નયો ખોટા જ છે” આ સ્વરૂપે એકાંતે નિશ્ચય કરે છે. અર્થાત્ સિદ્ધાંતના પરમાર્થને જાણનાર આ રીતે કોઈપણ નો એકાંતે સાચા છે કે ખોટા છે એવો વિભાગ કરતો નથી” તાત્પર્ય જોતાં બંને પદો એક જ અર્થને જણાવનારાં જણાય છે.
તાત્પર્યાર્થ: દરેક નાની મર્યાદા પોતપોતાના વિષયનું પ્રતિપાદન કરવા પૂરતી છે. એ મર્યાદામાં રહે ત્યાં સુધી તે બધા સાચા છે, એ મર્યાદાનો ભંગ કરી જ્યારે તે નયો પ્રતિપક્ષનયના વક્તવ્યનું નિરાકરણ કરવા લાગે, ત્યારે તે નયો મિથ્યા થઈ જાય છે. કારણકે પ્રતિપક્ષનયનો વિષય પણ સત્ય હોવાથી તેને ખોટો કહી શકાય નહિ અને જો પ્રતિપક્ષ નયના વિષયને ખોટો કહેવામાં આવે તો પોતાનો વિષય પણ ન સંભવવાથી તે નયનું અસ્તિત્વ પણ સંભવી શકતું નથી. આ કારણથી દરેક નયની મર્યાદા સમજનાર અને તેમનો સમન્વય કરનાર અનેકાંતસ્વરૂપ સિદ્ધાંતને જાણનાર પુરુષ બધા નયોનું વક્તવ્ય જાણવા છતાં આ એક નય સત્ય જ છે અને બીજો નય અસત્ય જ છે એવો વિભાગ કરતો નથી; ઊલટું તે તો કોઈ એક નયના વિષયને બીજા વિરોધી નયના વિષય સાથે સાંકળીને જ તે સત્ય છે એવું નિર્ધારણ કરે છે. આ રીતે અનેકાંત સિદ્ધાંતને જાણકાર પુરુષ કાર્યને કથંચિત્ જ સત્ યા અસતું કહે
છે તેમ જ દ્રવ્યને અદ્વૈત કે વૈત પણ કથંચિત્ જ કહે છે. (૨૮) द्रव्यपर्यायोभयात्मकस्यैकस्यैव वस्तुनोऽभेदरूपेण द्रव्यार्थिकपरिच्छेद्यत्वं भेदरूपेण पुनः पर्यायार्थिकपरिछेद्यत्वमिति कथयन्नाह -
दवट्ठियवत्तव्वं सव्वं सब्वेण णिञ्चमवियप्पं ।
आरद्धो य विभागो पज्जववत्तव्वमग्गो य ।।२९।। सर्वं द्रव्यमानं सर्वेण प्रकारेण नित्यं सर्वकालम् अविकल्पं भेदरहितमिति द्रव्यार्थिकवक्तव्यं सङ्ग्रहादिद्रव्यार्थिकनयस्य विषयम्, तेष्वेवाविभक्तेषु द्रव्येषु आरब्धष्टा विभागः प्रस्तुतष्टा भेदः पर्यायवक्तव्यमार्गष्टा पर्यायास्तिकनयस्य विषयरूपस्य विशेषस्य मार्गः ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org