________________
સંમતિતપ્રકર, વાઈ-૨, THથા-૨૨
વિશેષાર્થ : અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં મહામહોપાધ્યાયશ્રીજીએ સમૂત્તસગાવા શબ્દનો જ્ઞાનાત્મકના પક્ષે “સખ્યત્ત્વના સ્વભાવરૂપ થાય છે' આ પ્રમાણે અર્થ જણાવેલ છે.
તાત્પર્યાર્થ : નિરપેક્ષ એવા બન્ને નયોની માન્યતામાં બંધના હેતુનો અભાવ તથા આ લોકના-પરલોકના સર્વ વ્યવહારનો લોપ કેવી રીતે થાય છે, તે અહીં આત્માને લઈ બતાવવામાં આવ્યું છે.
જો કેવલ દ્રવ્યાસ્તિકનયનો પક્ષ લઈએ, તો તેના મતે આત્મતત્ત્વ એકાંતનિત્ય હોવાથી અપરિવર્તનશીલ છે; આ પક્ષમાં સંસાર, સુખ અને દુઃખનો સંબંધ, સુખ મેળવવા માટે તથા દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન, કર્મનો બંધ, બંધાયેલા કર્મની સ્થિતિ, પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ સ્વરૂપ કર્મબંધના કારણભૂત યોગ અને કષાય, કર્મબંધના અભાવે સંસારમાં ભયની પ્રચુરતાનું દર્શન, મોક્ષનું સુખ મેળવવા માટેની પ્રાર્થના અને મોક્ષ—એ કશું જ ઘટી ન શકે. કારણકે, એકાંતનિત્યપક્ષમાં અવિચલિત સ્વભાવ હોવાને કારણે આત્મામાં કષાય-વિકાર કે લેપ સંભવ જ નથી; વળી જો આત્મામાં સુખસ્વભાવ જ માનવામાં આવે તો તે સ્વભાવ અવિચલિત હોવાથી આત્મામાં સુખ જ ઘટે. પણ દુઃખ ઘટી ન શકે, તે જ રીતે જો દુઃખ સ્વભાવ માનવામાં આવે તો આત્મામાં દુઃખ જ ઘટે પણ સુખ ઘટી ન શકે.
વળી, જો કેવલ પર્યાયાસ્તિકનયનો પક્ષ લઈએ, તો તેના મતે તો આત્મતત્ત્વ ક્ષણભંગુર છે અને તે ક્ષણભંગુરતાને લીધે આત્મા દરેક ક્ષણે નાશ પામી નવો નવો ઉત્પન્ન થતો હોવાથી સંસાર. સખ-દુ:ખનો સંબંધ વગેરે ભાવો ઘટી શકતા નથી. તેમજ પ્રવત્વ (સ્થિરતા) સાથે બંધ બેસે એવા અનુસંધાન, ઈચ્છા, પ્રયત્ન આદિ કોઈ ભાવો પણ ઘટી શકતાં નથી. વળી, આ પક્ષમાં સર્વ ભાવોની સંગતિ કરવા માટે સંતતિની કલ્પના કરવામાં આવે છે, છતાં ત્યાં સંતતિના બીજભૂત ઉપાદાન-ઉપાદેયભાવ જ ઘટી શકતો ન હોવાથી એક સંતતિનિમિત્તક આ વ્યવહાર છે એવું પણ કહી શકાય નહિ.
તેથી જ એ બન્ને નયો જો નિરપેક્ષપણે એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય સ્વરૂપ પોતપોતાના વિષયમાં પ્રવર્તે, તો તે મિથ્યાદૃષ્ટિ છે; અને પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, તો તે જ
નયો સમ્યગ્દષ્ટિ છે. (૧૭-૨૧) निरपेक्षत्वेन मिथ्यारूपेषु सत्सु सापेक्षत्वेन सम्यक्पा भवन्तीति दृष्टान्तद्वारेण થયન્નાદ –
जहऽणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता ।
रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।।२२।। यथा अनेकलक्षणगुणा लक्षणानि च गुणाष्टा इति लक्षणगुणाः अनेकप्रकारा लक्षणगुणा येषां
ते इति अनेकलक्षणगुणाः । अत्र लक्षणानि विषविघातहेतुत्वादीनि गुणाष्टा नीलत्वादयो Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org