SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१६ છાયા : नयो वस्तुन एकं प्रकृतं स्वरूपं मुख्यत्वेन गृह्णातीतरं च गौणभावेन । दुर्नयः वस्तुन एकं स्वरूपं गृह्णातीतरं च प्रतिक्षिपति । अत्रायं विशेषः- नैगमनयः वस्तुन उभयं रूपं गौणमुख्यभावेन गृह्णातीति प्रमाणतस्तस्य विशेषः ।।१६।। અવ. મૂલનયોને દૂષિત કરવાથી જ અન્યાયો પણ દૂષિત થયેલા છે તે બતાવતાં કહે છે કે – गाथा : सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं पत्तेयं विसेसियं बिंति ।। १६ ।। सर्वनयसमूहेऽपि नास्ति नय उभयवादप्ररूपकः । मूलनययोस्तु आज्ञां प्रत्येकं विशेषितं ब्रुवन्ति ।। १६ ।। અન્વયાર્થઃ સત્રયસમૂદમિ વિ = સર્વનયોના સમૂહમાં પણ મકવાય પUUવો = ઉભયવાદને જણાવનાર Wિ T = નય નથી. (કારણ કે) પયં = પ્રત્યેક નયો મૂછાયા ૩ = મૂલનયના જ માઇi = વિષયને વિસયં = વિશેષરૂપે વિંતિ = કહે છે. ગાથાર્થ સંગ્રહ વગેરે સર્વ નયોના સમૂહમાં પણ વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભયરૂપને જણાવનાર કોઈ નય નથી. કારણકે તે દરેક નય મૂલનય વડે ગ્રહણ કરાયેલ વિષયને જ વિશેષરૂપે કહે છે. (૧૬) તાત્પર્યાર્થ: દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન સ્વરૂપ મૂલ બે નય ઉપરાંત ત્રીજો કોઈ ઉભયગ્રાહી મૂલનય તો નથી જ સંભવતો, પણ બે મૂલનયોના ઉત્તરભેદરૂપ જે સંગ્રહ આદિ છ નયો છે, તેમાં પણ કોઈ એવો નય નથી કે જે વસ્તુના સામાન્ય-વિશેષ ઉભયાત્મક સ્વરૂપનું પ્રતિપાદન કરે. આનું કારણ એ છે કે, દરેક ઉત્તરનય પોત-પોતાના મૂલનયના ગ્રાહ્ય વિષયને જ જુદી જુદી રીતે વર્ણવે છે. ઉત્તરાયોનું કાર્ય મૂલનયોના વિષયથી બહાર નથી, તેઓ તો ફક્ત પોતપોતાના મૂલનય વડે ગ્રહણ કરાયેલા અંશને જ કાંઈક વધારે વધારે ઝીણવટથી ચર્ચે છે. તેથી, તેઓમાં મૂલનયના વિષયથી ભિન્ન એવું ઉભયવાદનું જ્ઞાપકપણું ન જ હોઈ શકે. આ રીતે, અન્ય સર્વે નયો મૂલનયોને જ વિશેષિત કરતા હોવાથી જે રીતે નિરપેક્ષ એવા મૂલનયો મિથ્યાસ્વરૂપ છે તે જ રીતે નિરપેક્ષ એવા અન્ય સર્વે નયો પણ મિથ્યાસ્વરૂપ જ છે. ખરેખર, વૃક્ષના મૂળનો છેદ થયા પછી તેની શાખા વગેરે ટકી શકતા નથી. (૧૬) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy