________________
સંમતિતપ્રરળે, જાણ્ડ-૧, TTT-૭
ગાથાર્થ : પર્યાયોથી રહિત સામાન્યને જણાવનાર ‘અસ્તિ’ એવું જે વચન છે તે દ્રવ્યાસ્તિકનયને જણાવના૨ છે અને શેષ વચનના પ્રકારો પર્યાયોને સ્વીકારતાં હોવાથી, પર્યાયાસ્તિકનયને જણાવનાર છે.
અથવા
અન્વયાર્થ : પદ્મસ્સામળ = દ્રવ્યત્વ વગેરે પર્યાયો જ જેમાં સામાન્યરૂપે નિશ્ચિત કરાયા છે તેવું ‘અ‘િત્તિ = ‘અસ્તિ' એવું વયપ્ન = વચન નદિયસ્સ = અશુદ્ધદ્રવ્યાસ્તિકનયને જણાવનાર છે, અવસેશો = શેષ arrant = વચનના પ્રકારો પન્નવમયળા = પર્યાયોને સ્વીકારતાં
હોવાથી સહિવવો = વિપરીત છે અર્થાત્ પર્યાયાસ્તિકનયને જણાવનાર છે.
ગાથાર્થ : દ્રવ્યત્વાદિ પર્યાયો જ જેમાં સામાન્યરૂપે નિશ્ચિત કરાયા છે તેવું જણાવનાર ‘અષ્ટિ’ એવું જે વચન છે તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયને જણાવના૨ છે અને શેષ વચનના પ્રકારો પર્યાયને સ્વીકારતા હોવાથી (ઇંદ્રવ્યત્વ વગેરે સામાન્ય જ પર્યાયરૂપે નિશ્ચિત કરાયા હોવાથી) પર્યાયાર્થિકનયને જણાવનાર છે.
તાત્પર્યાર્થ : જગતમાં રહેલ સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભય સ્વરૂપ છે. કોઈપણ વસ્તુ માત્ર દ્રવ્યરૂપે પણ નથી કે માત્ર પર્યાયરૂપે પણ નથી. પર્યાયરૂપે દેખાતી સર્વવસ્તુઓમાં સત્તા અનુગત જ હોય છે અર્થાત્ દ્રવ્ય હોય જ છે અને સત્તારૂપે જણાતી વસ્તુઓ પણ પર્યાયથી વિશિષ્ટ જ હોય છે. આથી, સામાન્યને સ્વીકા૨ના૨ દ્રવ્યાસ્તિકનયનું વચન જો પર્યાયાસ્તિકનયથી નિરપેક્ષ હોય અર્થાત્ પર્યાયરહિત માત્ર દ્રવ્યને જ જણાવનાર હોય તો તે અસત્ છે. કારણ કે પર્યાય રહિત માત્ર દ્રવ્યરૂપે કોઈ વસ્તુ જ સંભવતી નથી. તે જ રીતે વિશેષને સ્વીકા૨ના૨ પર્યાયાસ્તિક નયનું વચન પણ જો દ્રવ્યનિરપેક્ષ માત્ર પર્યાયનું જ પ્રતિપાદન કરનાર હોય તો તે પણ નિર્વિષયક હોવાથી અસત્ છે.
જેમાં કોઈ પણ જાતનો વિશેષ, પરિમિતતા, ખંડ કે વિભાગ નથી, એવું સત્તાસામાન્ય તે જ મહાવ્યાપક સામાન્ય છે. તેવા સામાન્ય અગર તેના વિચારનું પ્રતિપાદક જે ‘અસ્તિ’ કે તેના જેવાં ‘સત્' ઈત્યાદિ વચનો છે, બધાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયનાં વચનો સમજવાં. એ સિવાયનાં જીવ, અજીવ, મુક્ત, સંસારી, પરમાણુ, સ્કંધ, ગુણ આદિ બીજાં જે વચનો છે, તે બધાં કોઈ ને કોઈ પ્રકારનાં મર્યાદિત સામાન્યનાં જ બોધક હોવાથી, તેના અર્થમાં વિશેષનો, વિભાગનો, ખંડનો કે ભેદનો સ્પર્શ હોવાથી તે વચનો પર્યાયાસ્તિકનયનું અવલંબન કરનાર છે. તેથી તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના વચનો સમજવાં. શેષ વચનો અર્થાત્ સામાન્ય રહિત માત્ર વિશેષને કહેનારા વચનો તે પર્યાયાસ્તિકનયનાં વચનો જાણવાં. (૭)
Jain Education International 2010_02
१९
For Private & Personal Use Only
www.jainelibrary.org