________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-६
અવ. નિક્ષેપોમાં પણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયની વ્યાપકતાगाथा : नाम ठवणा दविए त्ति एस दवट्ठियस्स निक्खेवो ।
भावो उ पजवढिअस्स परूवणा एस परमत्थो ।। ६ ।। છયા : नाम स्थापना द्रव्यमित्येष द्रव्यार्थिकस्य निक्षेपः ।
भावस्तु पर्यवास्तिकस्य प्ररूपणा एष परमार्थः ।। ६ ।। અન્યથાર્થ : નામં = નામ વUT = સ્થાપના વિI = દ્રવ્ય ત્તિ = એ પ્રમાણે
સ = આ સત્રદિવસ = દ્રવ્યાસ્તિકાયના નિષ્ણવો = નિક્ષેપા. માવો ૩ = વળી, ભાવનિક્ષેપો પનવકિસ = પર્યાયાસ્તિકનયની
પરૂવUT = પ્રરૂપણા. પણ = આ પરમત્ય = પરમાર્થ. ગાથાર્થ : નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ દ્રવ્યાસ્તિકનયના નિક્ષેપ છે અર્થાત્ દ્રવ્યાસ્તિકનયની પ્રરૂપણાનો વિષય છે; અને ભાવ નિક્ષેપો પર્યાયાસ્તિકનયની પ્રરૂપણાસ્વરૂપ છે અર્થાત્ પર્યાયાસ્તિકનયની પ્રરૂપણાનો વિષય છે, આ પરમાર્થ છે (ક)
તાત્પર્યાર્થ: અહીં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ વગેરે અનેક નિક્ષેપા પૈકી તેના અવશ્ય સંભવતા પ્રકારો અને તેમાં નયનો વિભાગ એ બાબત જણાવી છે. નિપાના ઓછામાં ઓછા જે ચાર પ્રકારો સર્વત્ર સંભવે છે અને કરવામાં આવે છે, તે જ અહીં ગણાવવામાં આવ્યા છે. કોઈ પણ સાર્થક શબ્દનો અર્થ વિચારવો હોય અને એના દ્વારા પ્રતિપાદિત લક્ષ્યાર્થીને સ્પષ્ટ કરવો હોય ત્યારે તે ઓછામાં ઓછો ચાર પ્રકારનો મળી આવે છે. તે પ્રકારો, શબ્દવાઓ અર્થસામાન્યના નિક્ષેપા -વિભાગો કહેવાય છે.
જે નામમાત્રથી રાજા હોય, તે નામરાજા; જે રાજાનું ચિત્ર કે બીજી કોઈ પ્રતિકૃતિ હોય, તે સ્થાપના રાજા; જે આગળ જતાં રાજા થનાર હોય અગર જે હમણાં નહિ પણ પહેલા રાજા હતો, તે દ્રવ્યરાજા; અને
જે હમણાં રાજપદ અનુભવતો હોય, તે ભારરાજા. રાજા શબ્દાર્થના આ ચાર નિક્ષેપો થાય છે.
તેમાં પહેલા ત્રણ નિક્ષેપોમાં કોઈ ને કોઈ જાતના અભેદની મુખ્યતા હોવાથી તે ત્રણે દ્રવ્યાસ્તિકનયનો વિષય માનવામાં આવે છે; અને ભાવનિક્ષેપમાં ભેદની મુખ્યતા હોવાથી તે પર્યાયાસ્તિકનયનો વિષય મનાય છે. જેનું નામ રાજા હોય, તે વ્યક્તિને જોઈ લોકો તેના નામ સાથે તેનો અભેદ કરી કહે છે કે, “આ રાજા છે'; તે જ રીતે ચિત્ર જોઈ તેની સાથે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org