________________
સંમતિતપ્રવરn, IC-૨, THથા-૬
સર્વેયર્થ : ૩નુસુયવયવિછેરો = ઋજુસૂત્રનયના વચનની સીમા પmar
ય = પર્યાયાસ્તિકનયન મૂળનેvi = મૂળસ્થાન - મુખ્ય આધાર. (fણને એ દેશ્ય શબ્દ છે.) સુહુનમેયા = સૂક્ષ્મ ભેદવાળા સદાગ = શબ્દ વગેરે નયો તરસ = તેના (ઋજુસૂત્રનયના) ૩ = જ,
સાઉપસાણા = શાખા-પ્રશાખારૂપ . ગાથાર્થ : ઋજુસૂત્રનયને અનુસરનાર વચનવ્યવહાર એ પર્યાયનયનો મૂળ આધાર છે; અને ઉત્તરોત્તર સૂક્ષ્મભેદવાળા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયો તો તે ઋજાસૂત્રનયના જ શાખા-પ્રશાખા સ્વરૂપ છે. (૫)
તાત્પર્ધાર્થ : અહીં બે વાતો કહેવામાં આવી છે : ૧-પર્યાયાસ્તિકનયના ભેદો; અને ૨તેમનો પરસ્પર સંબંધ.
સંગ્રહનય અને વ્યવહારનય પછીના ઋજાસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ ચાર નયોને પર્યાયાસ્તિકનયના ભેદો કહેવામાં આવ્યા છે.
કાળકૃત વિભાગ કર્યા વગર લૌકિક વ્યવહાર માટે વસ્તુના જે સ્થૂલભેદો કરવામાં આવે છે તે દરેક ભેદોનો સમાવેશ વ્યવહારનયમાં થાય છે. પણ કાળકૃત ભેદને અવલંબી વસ્તુવિભાગ શરૂ થતાં જ ઋજાસૂત્રનય માનવામાં આવે છે, અને ત્યાંથી જ પર્યાયાસ્તિકનયનો પ્રારંભ મનાય છે. તેથી જ અહીં ઋજાસૂત્રનયને પર્યાયાસ્તિકનયનો મૂળ આધાર કહેવામાં આવ્યો છે. પછીના શબ્દ આદિ જે ત્રણ નયો છે, તે જો કે ઋજુસૂત્રનયને અવલંબીને ચાલતા હોવાથી તેના જ ભેદો છે, છતાં ઋજાસૂત્ર આદિ ચારે નયોને પર્યાયાસ્તિકનયના પ્રકારો પણ કહી શકાય.
જે દૃષ્ટિ પદાર્થને માત્ર વર્તમાનકાળ પૂરતી સ્વીકારે છે અને તે પદાર્થના ભૂતભવિષ્યકાળને કાર્યના અસાધક માની તેમનો સ્વીકાર કરતી નથી, તે ક્ષણિકદૃષ્ટિ ઋજાસૂત્રનય કહેવાય છે.
વર્તમાનકાલીન પદાર્થમાં પણ જે દૃષ્ટિ લિંગ, પુરુષ વગેરેના ભેદથી અર્થભેદ કરે છે, તે શબ્દનય કહેવાય છે.
શબ્દનયે માનેલ સમાન લિંગ, વચન વગેરેવાળા અનેક શબ્દોમાં પણ જે દૃષ્ટિ વ્યુત્પત્તિભેદ – પર્યાયભેદે અર્થભેદ કહ્યું છે, તે સમભિરૂઢનય કહેવાય છે.
સમભિરૂઢે સ્વીકારેલ એક શબ્દના અનેક પર્યાયો પૈકી એક પર્યાયમાં પણ જે દૃષ્ટિ ક્રિયાકાળ પૂરતું જ અર્થતત્ત્વ સ્વીકારે છે, ક્રિયાશુન્ય કાળમાં નહિ, તે એવંભૂતનય કહેવાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org