________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४
તાત્પર્યાર્થ : અહીં બે વાતો કહેવામાં આવી છે : ૧-દ્રવ્યાસ્તિકનયના ભેદો; અને ૨તેમનો પરસ્પર સંબંધ. નૈગમનયને બાદ કરતાં બાકીના છ નયોમાંથી સંગ્રહનય અને વ્યવહારનય સ્વરૂપ પહેલા બે નય દ્રવાસ્તિકનયના ભેદો છે.
જગતુ એ કાંઈ કોઈ પણ જાતના ઐક્ય વિનાનું માત્ર છૂટા છૂટા અંકોડાની પેઠે ભેદરૂપ નથી, તેમ જ જરા પણ ભેદનો સ્પર્શ ન હોય તેવું અખંડ અભેદરૂપ પણ નથી; પરંતુ એમાં ભેદ અને અભેદ બન્ને સ્વરૂપ અનુભવાય છે.
તેમાં દૃષ્ટિ જ્યારે વસ્તુઓના પરસ્પર ભેદને મૂકી કેવળ તેમના અભેદને અવલંબી પ્રવર્તે છે, ત્યારે તેને બધુંયે કેવળ સત્રૂપ ભાસે છે. આવી દૃષ્ટિ દ્વારા વ્યવહાર થઈ શકતો નથી. તેથી લેવું, મૂકવું વગેરે લોકવ્યવહાર કરવા માટે જ્યારે દૃષ્ટિ કાંઈક ભેદ તરફ ઢળે છે; ત્યારે પ્રથમ ગ્રહણ કરેલ સતુરૂપ અખંડ તત્ત્વના પ્રયોજન પ્રમાણે જીવ, અજીવ આદિ ભેદોને અવલંબે છે.
અહીં સર્વે પદાર્થોમાં સત્તારૂપ તત્ત્વને અખંડપણે ગ્રહણ કરનાર પ્રથમ દૃષ્ટિ તે સંગ્રહાય છે, જે શુદ્ધ દ્રવ્યાસ્તિકનાં સ્વરૂપ છે; કારણ કે તે સર્વ વસ્તુમાં અભેદને સ્વીકારે છે. જ્યારે સત્તારૂપ તત્ત્વને જીવ, અજીવ આદિરૂપે વિભાગીકરણ કરી, તે દ્વારા વ્યવહાર ચલાવવા મથતી બીજી દૃષ્ટિ એ વ્યવહારનય છે. જે અશુદ્ધ દ્રવ્યાસ્તિકાયસ્વરૂપ છે; કારણ કે તે પદાર્થોમાં મર્યાદિત અભેદને સ્વીકારે છે.
ટૂંકમાં, અસ્તિત્વમાત્રનો નિશ્ચય કરવો એ સંગ્રહનયનો સ્વભાવ છે જ્યારે વ્યવહારના કારણભૂત દરેક વસ્તુ પ્રત્યે શબ્દાર્થનો નિશ્ચય કરવો એ વ્યવહારનયનો સ્વભાવ છે. દા.ત.
સ્તિ કહેવાથી વસ્તુના અસ્તિત્વનો નિશ્ચય થાય છે. તે સંગ્રહનય સ્વરૂપ છે. જ્યારે ૩ક્તિ કહેવા છતાં પણ શ્રોતાને શંકા રહે છે કે મિતિ ? શું છે ?) તેના ઉત્તરરૂપે દ્રવ્યમ્ જવાબ મળવા છતાં પણ શંકા રહે છે કે તપ ઝિમ્ ? (તે પણ શું ?) તેના ઉત્તરરૂપે પૃથિવી એવો જવાબ મળવા છતાં પણ શંકા રહે છે કે સાપ છે ? (તે પૃથ્વી પણ કઈ ?) તેના જવાબરૂપે વૃક્ષ: ઉત્તર મળવા છતાં પણ શંકા રહે કે સોડપ : ? (તે પણ ક્યું ?) તેના જવાબરૂપે વૃત: = આંબો ઉત્તર મળવા છતાં પણ જ્યાં સુધી પોતાને અપેક્ષિત વ્યવહારની સિદ્ધિ ન થાય ત્યાં સુધી જે અર્થનો નિશ્ચય કરાય છે તે વ્યવહારનયનો વિષય છે.
આ રીતે, સંગ્રહનય એકરૂપ વડે વસ્તુની સત્તાનું વ્યવસ્થાપન કરે છે અને વ્યવહારનય અનેકરૂપ વડે વસ્તુની સત્તાનું વ્યવસ્થાપન કરે છે.
| નિષ્કર્ષરૂપે અમર્યાદિતપણે વસ્તુઓમાં અભેદને જોનાર સંગ્રહનય અને મર્યાદિતપણે વસ્તુઓમાં અભેદને જોનાર વ્યવહારનય દ્રવ્યાસ્તિકનયના જ શુદ્ધ-અશુદ્ધ ભેદરૂપ છે. જુદી રીતે કહીયે તો વ્યવહારનય સંગ્રહનયના જ અંશ સ્વરૂપ છે. (૪)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org