________________
સંપતિતપ્રકર,
દુ-૨, આથા-૪
શાસ્ત્રનાં વચનો પણ મુખ્યપણે એ બે રાશિમાં આવી જાય છે, કેમ કે, કેટલાંક વચનો સામાન્યબોધક હોય છે અને કેટલાંક વચનો વિશેષબોધક હોય છે. તે વચનોની પાછળ જે જુદી જુદી દૃષ્ટિ છે તે બે નયસ્વરૂપ છેઃ ૧-સામાન્યબોધક વચનોની પ્રેરક જે અભેદગામી દૃષ્ટિ, તે દ્રવ્યાસ્તિકનય છે; અને ૨-વિશેષબોધક વચનોની પ્રેરક જે ભેદગામી દૃષ્ટિ, તે પર્યાયાસ્તિકનય. આ બે નયો જ સમગ્ર વિચાર અથવા વિચારજનિત સમગ્ર શાસ્ત્ર-વાક્યના આધારભૂત હોવાથી, તેમને શાસ્ત્રના મૂળ જ્ઞાતા અને પ્રતિપાદક કહેલ છે. એ બે નયોનું નિરૂપણ અને તેના સમન્વયમાં જ અનેકાંતવાદનું પર્યવસાન હોવાથી, અનેકાંતવાદના નિરૂપણ માટે પહેલાં આધારરૂપે એ બે નયોની જ ચર્ચા સૌ પ્રથમ આ ગ્રંથમાં કરવામાં આવી છે.
આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ (૧) સદદ્વૈતપ્રતિપાદક શુદ્ધદ્રવ્યાસ્તિકનય (દાંત), (૨) સાંખ્યમત પ્રતિપાદક અશુદ્ધદ્રવ્યાસ્તિકનય, (૩) સદસ્વૈતપ્રતિપક પર્યાયાસ્તિકનય, (૪) સાંખ્યમતપ્રતિક્ષેપક પર્યાયાસ્તિકનયનું વર્ણન કરી નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, અને એવંભૂતનય સ્વરૂપ સાતે નયોનું વર્ણન સુંદર શબ્દોમાં રજૂ કરેલ છે.
ગ્રંથકારમહર્ષિના મત મુજબ સામાન્યને ગ્રહણ કરનાર નૈગમ નયનો સમાવેશ સંગ્રહનયમાં તથા વિશેષને ગ્રહણ કરનાર નૈગમનયનો સમાવેશ વ્યવહારનયમાં થાય છે માટે દ્રવ્યાસ્તિકનયના બે ભેદ છે – સંગ્રહનય અને વ્યવહારનય તથા પર્યાયાસ્તિકનયના ચાર ભેદ છે – ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય, જે હવે પછીની ગાથાઓમાં જણાવવામાં આવશે. (૩). द्रव्यास्तिकनयस्य भेदान् दर्शयति -
दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ ।
पडिरूवं पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ।।४।। सङ्ग्रहप्ररूपणाविषयः सङ्ग्रहनयस्य प्ररूपणाया विषयः शुद्धा असङ्कीर्णा-विशेषानवगाहिनी द्रव्यास्तिकनयप्रकृतिर्द्रव्यास्तिकनयस्य स्वभावः । पुनः प्रतिरूपं प्रतिवस्तु, रूपशब्दोऽत्र वस्तुनि वर्तते, वचनार्थनिष्टायो वचनस्य व्यवहारक्षमोऽर्थस्तस्य निष्टायो वचनार्थनिष्टायः स तस्य द्रव्यास्तिकनयस्य व्यवहारो लोकप्रसिद्धव्यवहारप्रवर्त्तनपरो व्यवहारनयः, अर्थात् द्रव्यास्तिकनयस्याशुद्धा प्रकृतिरस्ति ।
अयम्भावः - द्रव्यास्तिकनयो द्विरूपः - शुद्धष्टाशुद्धष्टा । शुद्धद्रव्यास्तिकनयः सत्तामात्रं गृह्णाति न तु विशेषभेदम्, स च ‘सङ्ग्रह' इत्युच्यते । अशुद्धद्रव्यास्तिकनयस्तु विशेषेण
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org