________________
સંમતિતપ્રરણે,
૬-૨, Tથા-રૂ
ગાથાર્થ : આચારાંગસૂત્ર વગેરે સ્વરૂપ તીર્થકરોના વચનોનો સંગ્રહનય અને વ્યવહારનય સ્વરૂપ સામાન્ય વિસ્તારનો મુખ્યપણે જ્ઞાતા અને પ્રતિપાદક દ્રવ્યાસ્તિકનય છે અને ઋજુસૂત્રનય, શબ્દનય વગેરે સ્વરૂપ વિશેષ વિસ્તારનો મુખ્યપણે જ્ઞાતા અને પ્રતિપાદક પર્યાયાસ્તિકનય છે, બાકીના નયો આ બે નયોના જ ભેદો છે. (૩)
તાત્પર્યાર્થઃ અહીં ત્રણ બાબતો સૂચવવામાં આવી છે: ૧- ગ્રંથનો મુખ્ય વિષય; ૨- મુખ્ય નયોનું સ્વરૂપ, અને ૩- અન્ય નયોનો મુખ્ય નયોમાં સમાવેશ.
સંપૂર્ણ ગ્રંથમાં છૂટા છૂટા અનેક વિષયો પ્રસંગવશાત્ ચર્ચેલા છે, પણ મુખ્ય પ્રતિપાદન તો જૈનદર્શનના “અનેકાંતસિદ્ધાંત'ની સિદ્ધિ કરવાનું જ છે. અનેકાંતસિદ્ધાંત અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુમાં રહેલા સ્વ-પર અનંતા ધર્મોને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી એક જ વસ્તુમાં રજૂ કરવા. આ અનેકાંત સિદ્ધાંતની પ્રાપ્તિ વડે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, નિર્મળતા યાવતું મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે.
તીર્થકરો તેવા પ્રકારના સ્વભાવથી અથવા તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થની સ્થાપના કરે છે, જે અનેકાંતદષ્ટિ ઉપર આધારિત છે. તે અનેકાંતનું સ્પષ્ટીકરણ નયોના નિરૂપણથી જ થઈ શકે. નયો અનેક છે પણ એ બધાનો સમાવેશ ટૂંકમાં બે નયોમાં થઈ જાય છે. તે ૧. દ્રવ્યાસ્તિકનય; અને ૨. પર્યાયાસ્તિકનય છે. આ બે નયો જ મુખ્ય છે.
દ્રવ્ય સત્તા, દ્રવ્યમાં જેની વસ્તિકમતિ છે તેને દ્રવ્યક્તિ કહેવાય છે, દ્રવ્ય જ જેનો અર્થ છે તેને દ્રવ્યર્થ કહેવાય છે અથવા દ્રવ્યમાં જે રહેલો હોય તેને દ્રવ્યથિત કહેવાય છે. આ ત્રણે વ્યુત્પત્તિ વડે દ્રવ્યને પ્રધાનપણે ગ્રહણ કરનાર અભેદગ્રાહિદૃષ્ટિસ્વરૂપ દ્રવ્યાસ્તિકનયને ગ્રહણ કરવામાં આવેલ છે.
તે જ રીતે પર્યવ=વિશેષ - ચારેબાજુથી જે જાણવું, તે વિશેષમાં જ જેની મતિ છે તે પર્યાયાસ્તિક, વિશેષ જ જેનો અર્થ છે તે પર્યાર્થિવ અથવા વિશેષમાં જે રહેલ છે પર્યાયસ્થિત કહેવાય છે. આ ત્રણે વ્યુત્પત્તિ વડે પર્યાયને પ્રધાનપણે ગ્રહણ કરનાર ભેદગ્રાહિદૃષ્ટિસ્વરૂપ પર્યાયનયને ગ્રહણ કરવામાં આવેલ છે.
મનુષ્ય કાંઈ પણ વિચારે છે કે બોલે છે, ત્યારે કાં તો અભેદ બાજુ ઢળીને અને કાં તો ભેદ બાજુ ઢળીને. અભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારો અને તે વડે પ્રતિપાદન કરેલી વસ્તુઓ સંગ્રહ – સામાન્ય કહેવાય છે, જ્યારે ભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારો અને તે વડે પ્રતિપાદન કરવામાં આવેલી વસ્તુઓ વિશેષ કહેવાય છે.
અપેક્ષાભેદે સામાન્ય અને વિશેષના શુદ્ધિ અને અશુદ્ધિ વડે ચડતા ઊતરતા ગમે તેટલા વિભાગો પાડવામાં આવે, છતાં એ બધા વિભાગો ટૂંકમાં બે રાશિમાં સમાઈ જાય છે. તે જ બે રાશિ અનુક્રમે સંગ્રહપ્રસ્તાર અને વિશેષ પ્રસ્તાર છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org