________________
સંમતિત®પ્રક્કર, વર્તુ-૧, નાથા-રૂ
વિરવિદાઈનાન્ગવાસપાસન્ન = આગમના પરમાર્થના વિસ્તારને પ્રકાશિત કરનારા મહાપુરુષોની સેવામાં સમર્થ, દડુ = થાય છે, તમન્દુ = તે પ્રકારના અર્થને, = હું જણાવીશ.
ગાથાર્થ : જે પ્રકારના અર્થનું પ્રતિપાદન કરવાથી આગમને સમજવામાં ગળિયા બળદ જેવા મંદબુદ્ધિવાળા જીવો, આગમના પરમાર્થને વિસ્તારથી પ્રકાશિત કરનારા ચૌદપૂર્વધર વગેરે મહાપુરુષોની સેવામાં સમર્થ અર્થાત્ સેવા દ્વારા પ્રાપ્ત થયેલ અર્થને સમજવામાં સમર્થ થાય, તે પ્રકારના અર્થનું હું લેશથી પ્રતિપાદન કરીશ. (૨)
તાત્પર્ધાર્થ : ગ્રંથકારશ્રી ગ્રંથરચનાનો ઉદ્દેશ જણાવતાં કહે છે કે, કેટલાક શ્રોતાઓ આગમના અર્થને સમજવામાં અતિમંદ બુદ્ધિવાળા હોય છે. શાસ્ત્રોને સાંભળવા છતાં તેઓ શાસ્ત્રના અર્થને પામી શકતા નથી. તેથી જે રીતે અર્થનું પ્રતિપાદન કરવાથી તેવા મંદબુદ્ધિવાળા જીવો શાસ્ત્રનાં રહસ્યોને પ્રગટ કરનાર ચૌદપૂર્વધર આદિ ગુરુભગવંતોની સેવા કરવામાં તત્પર થાય, તેમની સેવાથી યોગ્યતા જોઈ ગુરૂભગવંત તેમને અર્થનું પ્રતિપાદન કરે અને તે મંદબુદ્ધિવાળા જીવો પણ પ્રતિપાદિત અર્થને ધારણ કરવામાં સમર્થ થાય તે રીતે હું આ પ્રકરણથી અર્થનું પ્રતિપાદન કરીશ.
આ ગાથાની ટીકામાં તર્કપંચાનનશ્રીજીએ આદિવાક્યઉપન્યાસ નિરર્થક માનનાર મત, અપોહ એ જ શબ્દનો અર્થ છે તેવું માનનાર બૌદ્ધમત, વિધિ એ જ શબ્દનો અર્થ છે તેવું માનનાર વિધિવાદિમત, નૈયાયિકમત, વાત્સ્યાયન - વાડિ - પાણિની મત, અસ્તિઅર્થપદાર્થવાદિમત, સમુદાયપદાર્થવાદિમત, અસત્યસંબંધપદાર્થવાદિમત, અસત્યોપાધિસત્યપદાર્થવાદિમત, અભિજલ્પપદાર્થવાદિમત, બુદ્ધયારૂઢાકારપદાર્થવાદિમત, પ્રતિભા પદાર્થવાદિમત, વિવક્ષાપદાર્થવાદિમત, વૈભાષિકમત, વિકલ્પપ્રતિબંધપદાર્થવાદિમત, કુમારિલ ભટ્ટ, ઉદ્યોતકર, પ્રજ્ઞાકર વગેરેના મતોનું નિરસન કરવાપૂર્વક “સામાન્યવિશેષાત્મક જ શબ્દાર્થ' છે એ પ્રમાણેના પ્રતિપાદન દ્વારા વિસ્તાર સહિત સ્યાદ્વાદસિદ્ધાંતનો
ઉપન્યાસ કરેલ છે. (૨) प्रकरणस्य मुख्याभिधेयमाह -
तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी ।
दव्बढिओ य पज्जवणओ य सेसा वियप्पा सिं ।।३।। तीर्थकरवचनसङ्ग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी तीर्थकराणां वचनमाचाराङ्गादिद्वादशाङ्गरूपं तस्य अभिधेयौ सङ्ग्रह-विशेषो वचनवाच्यौ द्रव्यपर्यायौ इत्यर्थः । तयोः प्रस्तारो
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org