________________
સંમતિતર્જpક્કર, ઝાલ્ફ-૨, Tથા-૨
પ્રમાણોથી અબાધિત પદાર્થોને જણાવનાર છે-૨, પૃથ્વીને જણાવવાની જેમ અન્ય પ્રમાણોથી અવિસંવાદપણે જણાતા નષ્ટ, મુષ્ટિ, ચિંતા વગેરે પદાર્થોને વિવિધ પ્રકારે જણાવનાર છે અથવા પ્રમાણબાધિત – એકાંત એવા કપિલઋષિ વગેરેએ જણાવેલ કુત્સિત સિદ્ધાંતોનો નાશ કરનાર છે.-૩ (૧)
તાત્પર્યાર્થ : વિવિધ પ્રકારે અનેકાંતવાદનું સ્થાપન કરી, અતિગંભીર એવા જિનવચનરૂપી મહાસમુદ્રમાં પ્રવેશ કરાવનારા આ મહાગ્રંથની સૌથી પ્રથમ ગાથામાં જિનેશ્વર પરમાત્માના શાસનના અસાધારણગુણો કહી પારમાર્થિકસ્તવનાસ્વરૂપ મંગલ કરવામાં આવ્યું છે. આ ગાથામાં જિનેશ્વર પરમાત્માનું સ્વરૂપ વર્ણવીને સાથોસાથ તેમના દ્વાદશાંગરૂપ શાસનના સ્વરૂપનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
અન્ય પ્રમાણોથી અબાધિત પદાર્થોની રજૂઆત સર્વજ્ઞ સિવાય કોઈ કરી શકે નહિ. આ સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ વર્ણવવા માટે બે વિશેષણો આપવામાં આવ્યા છે. (૧) સ્વાભાવિક, આત્યંતિક, સઘળીય વ્યાબાધાથી રહિત અને સર્વસુખથી શ્રેષ્ઠ એવા અનુપમસુખના સ્થાનભૂત મુક્તિરૂપ સ્થાનને પ્રકર્ષે પામેલા છે, અથવા ઘાતકર્મોનો ક્ષય થયા પછી પણ ભવોપગ્રાહી ચાર અઘાતિકર્મોથી યુક્ત હોવાથી વર્તમાનમાં દેહધારી એવા પણ પરમાત્મા અલ્પકાળમાં મુક્તિ પામવાના છે, (૨) સંસારના કારણભૂત રાગ-દ્વેષ અને મોહને જીતનારા છે.
યથાવસ્થિતપણે જીવ વગેરે પદાર્થો જેના વડે કહેવાય છે તેને શાસન કહેવાય છે, જે દ્વાદશાંગ સ્વરૂપ છે. શ્રી જિનેશ્વર પરમાત્માના આ શાસનના ત્રણ ગુણો જણાવવામાં આવ્યા છે. (૧) પરમાત્માનું શાસન સ્વત: સિદ્ધ છે, તેને સિદ્ધ કરવા અન્ય કોઈ પ્રમાણોની કે કોઈ ગ્રંથોની જરૂર નથી પણ તે પોતાના મહિમાથી જ પ્રમાણભૂત છે, (૨) અન્ય પ્રમાણોથી અબાધિત એવા પદાર્થોને જણાવનાર છે, (૩) “પૃથ્વી કઠિન છે” આવી રજૂઆત આપણે જેમ યથાર્થ કરી શકીએ તેની જેમ નષ્ટ-મુષ્ટિ-ચિંતા-લાભાલાભ વગેરે પદાર્થોને વિવિધ પ્રકારે અર્થાત્ અન્ય પદાર્થના કારણરૂપે, કાર્યરૂપે વગેરે રૂપે યથાર્થપણે જણાવનાર છે અથવા કુત્સિત – પ્રમાણબાધિત - એકાંત માન્યતાસ્વરૂપ કપિલઋષિ વગેરેના સિદ્ધાંતોનો નાશ કરનાર છે અર્થાત્ તેમની ખોટી માન્યતાઓનું ખંડન કરનાર છે.
ગ્રંથની શરૂઆતમાં જ આ પ્રથમ ગાથાની ટીકા લગભગ ૧કપ પાના જેટલી વિસ્તારથી રજૂ કરવામાં આવી છે. જેમાં ઉત્પત્તિમાં સ્વત: પ્રમાણ્ય માનનાર મત, કાર્યમાં સ્વત: પ્રામાણ્ય માનનાર મત, નિશ્ચયમાં સ્વત: પ્રામાણ્ય માનનાર મતનું (મીમાંસક) નિરસન કરવામાં આવ્યું છે. સાથોસાથ અભાવને સ્વતંત્ર પ્રમાણ માનનાર મતનું, શબ્દને નિત્ય માનનાર મતનું, સર્વજ્ઞની સત્તા નિષેધનાર મતનું (મીમાંસક), પરલોકને ન માનનાર મતનું (ચાર્વાક), જગતને ઈશ્વરકર્તક માનનાર મતનું, સમવાય, સત્તા અને સંયોગ પદાર્થનું, આત્માને વિભુ માનનાર મતનું, મુક્તિમાં જેઓ આત્યંતિક વિશેષ ગુણોનો નાશ માને છે તેવા મતનું (ન્યાય) વગેરે અનેક મતોનું તર્કબદ્ધ રજૂઆત કરી ખંડન કરવામાં આવ્યું છે. (૧)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org