________________
સંપાદકીય
નિર્મળભાવે શક્તિ અનુસારે કરાયેલ આ શુભ યત્નમાં જ્યાં ક્યાંય પણ વીતરાગ ૫રમાત્માના વચનથી કે ગ્રંથકાર, વૃત્તિકાર મહર્ષિના આશયથી વિપરીત આલેખાયું હોય તો તે અંગે નિર્મળ ભાવને વરેલા અધિકૃત વિદ્વાનો ધ્યાન દોરી ઉપકૃત કરે તેવી વિનંતી કરું છું. તેમના દ્વારા જો કોઈ તેવી ક્ષતિ બતાવાશે તો સાભાર તેનો સ્વીકાર કરી આગળની આવૃત્તિમાં અને શક્ય હોય ત્યાં સુધી ચાલુ આવૃત્તિમાં પણ ત્વરિત તેનો સુધારો કરવામાં આવશે.
સંઘ સ્થવિર પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી)
મહારાજાની ૫૦મી સ્વર્ગારોહણતિથિદિન,
શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન સંઘ, ભૂલેશ્વર, મુંબઈ. વિ.સં. ૨૦૬૫, ભાદરવા વદ ૧૪
Jain Education International 2010_02
સંઘસન્માર્ગદર્શક, સમત્વયોગના સ્વામી, વ્યાખ્યાનવાચસ્પતિ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ
31
શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યોત્તમ વિશસ્થાનક તપપ્રભાવક વર્ધમાનતપોનિધિ આજીવનગુરુચરણસેવી પૂજ્યપાદ
આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક આચાર્ય વિજય કીર્તિયશસૂરિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org