SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 30 સંપાદકીય આજ રીતે પૂર્વાચાર્ય રચિત વિભિન્ન ગ્રંથોના સંશોધન-સંપાદન વગેરેમાં જીવનનો અમૂલ્ય સમય ફાળવી તે તે ગ્રંથોમાં જણાવેલ આચાર-વિચાર-પરિણતિ દ્વારા પોતાનો આત્મવિકાસ સાધે એ જ એક ભાવના ભાવું છું. મને પણ આ ગ્રંથના અધ્યયન, સંશોધન, સંપાદન અને નવતરરચનાની પુણ્યપળોમાં અપાર પ્રસન્નતાની જે અનુભૂતિઓ થઈ છે તેને શબ્દદેહ આપવો અસંભવ છે. આ પ્રસંગે સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રકાશકોમાં શિરોમણિ તીર્થંકર પરમાત્માઓ, શ્રી ગણધર ભગવંતો, ચૌદ આદિ પૂર્વધર ભગવંતો, વિશિષ્ટ કૃતધર સૂરિ-વાચક મુનિવરો, સંમતિતર્ક મહાગ્રન્થના રચયિતા શ્રુતકેવલી પૂ.આ.શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા, વાદમહાર્ણવ ટીકાના રચયિતા તર્કપંચાનન પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સુવિહિત શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, સંમતિતર્ક ગ્રંથનું “અથ'થી ‘ઈતિ' સુધિ આચમન કરનારા મારા પરોક્ષ ગુરુદેવ ન્યાયાચાર્ય-ન્યાય વિશારદ-પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર આદિ મહાપુરુષોના ચરણોમાં કોટિ કોટિ વંદના સહ સ્મરણપથમાં સંસ્થાપિત કરું છું. તો વળી, મને સમ્યગ્દર્શનનો એકડો ઘૂંટાડી જગતના વાસ્તવિક સ્વરૂપનો યથાર્થબોધ કરાવનારા, સંઘ સન્માર્ગ દર્શક, અનેકાંતભાસ તિમિરતરણી, દીક્ષાયુગ પ્રવર્તક, પ્રવરગીતાર્થ, વ્યાખ્યાન વાચસ્પતિ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન ચરણોમાં શ્રદ્ધા સુમન સમર્પિત કરું છે. મારા જીવનના પ્રત્યેક સત્કાર્યોમાં તેઓશ્રીની અનુગ્રહધારા નિરંતર વરસી રહી છે, એવો અનુભવ મેં સતત કર્યો છે અને કરી રહ્યો છું. તેઓ શ્રીમની પરમકૃપાથી આ મહત્કાર્ય અલ્પાવધિમાં પૂર્ણ થયું છું. વિશસ્થાનકતપપ્રભાવક, વર્ધમાનતપોનિધિ, પ્રવર તપસ્વી, સતત તપ-જપ-સ્વાધ્યાયમગ્ન, આશ્રિત જન કલ્યાણકાંક્ષી, સૌને સુવિશુદ્ધ સંયમી બનાવી શિવસુખના સ્વામી બનાવું એવી ભવ્યભાવનામાં દિનરાત તલ્લીન એવા મારા પરમતારક ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનું પાવન સ્મરણ મારા આત્માના પ્રત્યેક પ્રદેશોને પુલકીત કહે છે. કારણ કે, મારા સમગ્ર જીવનના ઘડતરની જેમ આ સંપાદન-નવીન રચનાનું કાર્ય પણ તેઓશ્રીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં જ સંપન્ન થયું છે. આ મહાન ગ્રંથના ભાવોને જાણવા પ્રકાશવા એ અતિશય કઠીન હોવા છતાં અપેથાવિયતનીયમ્' એ ન્યાયે સ્વ-પરના કલ્યાણ માટે તથા ન્યાયશૈલીથી અજાણ, દાર્શનિક ચર્ચાની રુચિનો અભાવ હોય છતાં જૈન શાસનના મૌલિક અનેકાંત સિદ્ધાંત-નય-પ્રમાણ વગેરે પદાર્થો જાણાવાની તીવ્ર ઝંખનાવાળા સાધકો આ ગ્રંથના અભ્યાસ દ્વારા જીવનના પ્રત્યેક વ્યવહારોમાં અનેકાંત સિદ્ધાંતનો ઉપયોગ કરી જીવનને પરમાત્માની આજ્ઞામય બનાવે તેવા એકમાત્ર આશયથી આ ગ્રંથનું સંપાદન-રચના-કાર્ય કરવામાં આવ્યું છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy