________________
સંપાદકીય
થયેલો જોવા મળે છે. તેમાં જ્ઞાનબિંદુ જેવા કેટલાક ગ્રંથો તો આ ગ્રંથના આધારે જ રચેલા જોવા મળે છે. તો વળી, અનેકાંત વ્યવસ્થાપ્રકરણ, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય ઉપરની સ્યાદ્વાદ કલ્પલતા ટીકા વગેરેમાં પણ આ ગ્રંથનો સવિશેષ આધાર લીધો હોય તેવું જોવા મળે છે. શક્ય તે સર્વેનો અત્રે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહ માટે અમે પં. સુખલાલ સંપાદિત સંમતિતર્ક ગ્રંથના પાંચમા ભાગમાં આપેલ પરિશિષ્ટનો તથા પૂ.આ.શ્રી દર્શનસૂરિજી મ. સંપાદિત સંમતિતક મહાર્ણવાવતારિકા ગ્રંથમાં આપેલી નોંધનો પણ ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત અન્ય ઘણા સ્થાનોમાંથી આ ગ્રંથગાથાની ટીકા તથા ઉદ્ધરણો અમે મેળવ્યાં છે તે સર્વેની નોંધ કરી તેનો અમે પરિશિષ્ટ-૧ સ્વરૂપે પ્રથમ ભાગમાં ઉલ્લેખ કર્યો છે. આ સિવાય પણ જો કોઈને કોઈ ગ્રંથમાં આ ગ્રંથનું કોઈપણ ઉદ્ધરણ મળે તો અમને ચોક્કસપણે જણાવવા વિનંતી, જેથી પુનઃ પ્રકાશન વખતે તેનો ઉપયોગ કરી શકાય.
આ ઉપરાંત પ્રથમ ભાગમાં જે જે ગાથાઓના શબ્દોમાં અન્ય ગ્રંથોમાં આપેલ ઉદ્ધરણ સાથે ફેરફાર જણાયો છે તે તે ફેરફારનો પાઠાંતર સ્વરૂપે ટિપ્પણમાં ઉલ્લેખ કરેલ છે. આ રીતે માત્ર પૂર્વોચાર્યોના શબ્દો દ્વારા જ સંમતિતર્ક ગ્રંથની ગાથાઓનો અર્થબોધ કરાવતો હોવાથી અમોએ પ્રથમ ભાગની પ્રાચીન વિભાગ તરીકે ઓળખાણ આપી છે.
બીજા ભાગમાં સંસ્કૃત પાર્શ્વપ્રભા ટીકા તથા ગુજરાતી ભાષાંતરનો સમાવેશ કર્યો છે. તે પૈકી પ્રથમ પાર્થપ્રભા ટીકા રજૂ કરવામાં આવી છે. જેમાં પ્રાચીન જે જે ટીકાઓ પ્રાપ્ત થઈ છે, તેને આધારે તથા શક્ય પ્રયત્ન તેના કરતાં પણ વધુ સરળ શબ્દો દ્વારા સરળતાથી અર્થબોધ થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે અને ત્યાર બાદ રૂટું તાત્પર્ય વગેરે કહી ગાથાનો ભાવાર્થ સંસ્કૃત-સુગમ ભાષામાં રજૂ કર્યો છે. જેથી આગળ પાછળની ગાથાના અનુસંધાનપૂર્વક ગાથાનો શું ભાવ છે તે અલ્પ પ્રયત્ન સમજી શકાશે.
ત્યાર બાદ બીજા નંબરે ગુજરાતી ભાષાંતર વગેરે છે. જેમાં ગાથાની છાયા-અન્વયાર્થ-ગાથાર્થ અને તાત્પર્યાર્થ આપવામાં આવેલ છે. ભાષાંતરમાં જે ગાથાઓ અનુસંધાનવાળી જણાઈ તેમાં પરસ્પર ગાથાના જોડાણપૂર્વક અર્થસંકલના કરવી યોગ્ય જણાવાથી તે ગાથાઓનો ગાથાર્થ તથા તાત્પર્યાર્થ એક સાથે આપવામાં આવેલ છે. આ ભાગમાં સંસ્કૃત પાર્થપ્રભા ટીકા તથા ભાષાંતર બંને એકસાથે આપવામાં આવેલ છે. જેથી જિજ્ઞાસુઓની બંને પ્રકારની જિજ્ઞાસા એક સાથે સંતોષી શકાશે. આ સર્વ વિભાગોને ખ્યાલમાં રાખી બીજા ભાગની અમોએ અર્વાચીનવિભાગ સ્વરૂપે ઓળખાણ આપી છે.
આ ગ્રંથના પ્રુફ સંશોધનાદિમાં વિદ્વાન મુનિરાજ શ્રી વૈરાગ્યરતિ વિ. મ., વિદ્વાન મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિ.મ., વિદુષી સા. શ્રી પ્રશમિતાશ્રીજી મ. વિદુષી સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ. વગેરેએ કરેલ સહાય આ પ્રસંગે ભૂલાય તેમ નથી અને તેઓએ જણાવેલ સૂચનોનો શક્ય સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
વિશેષ મારા શિષ્ય વર્તુળ અને એમાંય મુનિરાજ શ્રી મંગળયશવિજયજીએ સવિશેષપણે જે રીતે આ ગ્રંથના સંકલન-સંપાદન કાર્યમાં - મુફો જોવા વગેરેમાં જે જહેમત કરી છે તે અત્યંત અનુમોદનીય છે.
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org