________________
26
સંપાદકીય
શાસનમાં એકાંતે ભેદ કે એકાંતે અભેદ માન્ય જ નથી. માત્ર શિષ્યની બુદ્ધિના વિકાસ માટે જ આ વાત રજૂઆત કરવામાં આવી છે. ત્યાર બાદ પરમાત્માના વચનમાં અનેકાંત સિદ્ધાંતની વ્યાપકતા જણાવતાં કહ્યું છે કે, “ખરેખર, અનેકાંત સિદ્ધાંત પણ અનેકાંતથી જ સમજાય છે.” ત્યારબાદ ગતિયુક્ત દ્રવ્ય, ગુણનિષ્પન્ન નામો તથા કુંભ-જીવનાં દ્રષ્ટાંતો વડે અનેકાંત સિદ્ધાંતનું અત્યંત સરળ ભાષામાં સ્પષ્ટીકરણ કર્યું છે. તે પછી દ્રવ્યના ઉત્પાદ તથા નાશનું પેટા ભેદો દ્વારા સ્વરૂપ વર્ણન, ઉત્પાદ-નાશ અને સ્થિતિનો કાળભેદથી ભેદાભેદ, એક જ સમયમાં ઉત્પાદ વગેરે ત્રણનું દૃષ્ટાંત વડે સ્પષ્ટીકરણ, વિભાગથી ઉત્પન્ન થનારા ઉત્પાદને નહિ માનનાર વૈશેષિકમતનું ખંડન, વિભાગથી થનારા ઉત્પાદનું સ્વરૂપ, ઉત્પાદ-વિનાશ અને સ્થિતિની સમાનતા વગેરે પદાર્થો રજૂ કર્યા છે. ત્યારબાદ હેતુવાદ અને અહેતુવાદ (શ્રદ્ધાવાદ) રૂપ આગમવાદનું નિરૂપણ કર્યું છે. સિદ્ધાંતની પ્રરૂપણામાં કુશળતા ક્યારે પ્રગટે ?, પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું સ્વરૂપ અને અન્ય દર્શનોનું પ્રમાણ વર્ણવી સાંખ્યદર્શન-બૌદ્ધદર્શન અને વૈશેષિક દર્શનની ઉત્પત્તિ યા નયને આભારી છે તેની સ્પષ્ટતા કરી તે કેમ ખોટા છે, તેના કારણ સ્વરૂપ નિરપેક્ષતાનું વર્ણન કર્યું છે. તે પછી કાળ વગેરે કારણો, નાતિ વગેરે છ મતો અને મતિ વગેરે છ મતો એકાંતદૃષ્ટિને કારણે કઈ રીતે મિથ્યા બને છે તેની સ્પષ્ટતા કરી તેમાં સમ્યપણું ક્યારે આવે તે માટે અનેકાંતની-સાપેક્ષતાની જ મહત્તા બતાવવામાં આવી છે. આગળ વધીને અનેકાંતવાદનું મહત્વ જણાવતાં કહ્યું કે, “જો વાદી વાદમાં અનેકાંતવાદનો સહારો ન લે તો તે ક્યારેય જીતી શકતો નથી અને જો તે અનેકાંતવાદને સહારો લે તો તેને જીતવો અશક્ય છે. આ રીતે વાદમાં પણ અનેકાંતવાદની જ મહત્તા દર્શાવી પ્રરૂપણામાં પણ તેની મહત્તા સૂચવી છે.
પ્રરૂપણામાં વિવેકની, અનેકાંતસિદ્ધાંતના જ્ઞાનની અને સૂત્ર સાથે અર્થજ્ઞાનની મહત્તા જણાવી શાસ્ત્રપર્યાલોચન ઉપર અત્યંત ભાર મૂકયો છે. આગળ વધીને ચારિત્રના સારને પામવા માટે પણ સ્વ પર સિદ્ધાંતના પર્યાલોચનની કેટલી મહત્તા છે, તે વર્ણવી અંતે માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મોક્ષ મળવો શક્ય નથી. પણ “જ્ઞાનષ્યિ મોક્ષઃ” જણાવી છેલ્લી ગાથામાં ચાર ચાર વિશેષણો વડે શ્રી જિનવચનની કલ્યાણ કામના કરવામાં આવી છે.
આ રીતે અનેકાંતવાદની મહત્તા, ઉત્પાદ વિભાગનું સ્વરૂપ, ધર્મવાદનું સ્વરૂપ, અન્ય દર્શનોની ઉત્પત્તિમાં કારણભૂત નયો, એકાંતદૃષ્ટિનું મિથ્યાપણું, વાદમાં તથા પ્રરૂપણામાં અનેકાંતની આવશ્યકતા સવિશેષ વર્ણવી ત્રીજા કાંડની સમાપ્તિ કરવામાં આવી છે.
આમ ત્રણે કાંડમાં મુખ્ય અનેકાંત સિદ્ધાંતની વ્યાપકતા જ સવિશેષ જોવા મળે છે. ટીકાકાર મહર્ષિ-તર્કપંચાનન પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા
ટીકાકારશ્રી ચંદ્રકુલીય ચંદ્રગચ્છના પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજાના શિષ્ય હતા. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પાઈય ટીકાના કર્તા વાદિવેતાલ પૂ આ શ્રી શાંતિસૂરિજી મહારાજા તર્કપંચાનનશ્રીજીને
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org